રાજકારણ@ગુજરાત: નવા મંત્રીઓ કાલે શપથગ્રહણ કરશે, નારાજ દિગ્ગજોને મનાવવા દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ અંગે ભારે અસમંજશની સ્થિતિ સર્જાઇ હતી. શપથવિધિ માટે આજની એટલે 15મી તારીખના બેનરો મૂકવામાં આવ્યા હતા, સ્ટેજ પણ તૈયાર થઇ ગયુ હતુ. પરંતુ સીએમઓે દ્વારા આ અંગે જાણકારી આપતા જણાવ્યુ છે કે, નવા મંત્રીમંડળની શપથવિધિ આવતી કાલે એટલે 16મી સપ્ટેમ્બર, 2021ના રોજ યોજાશે.
 
રાજકારણ@ગુજરાત: નવા મંત્રીઓ કાલે શપથગ્રહણ કરશે, નારાજ દિગ્ગજોને મનાવવા દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ અંગે ભારે અસમંજશની સ્થિતિ સર્જાઇ હતી. શપથવિધિ માટે આજની એટલે 15મી તારીખના બેનરો મૂકવામાં આવ્યા હતા, સ્ટેજ પણ તૈયાર થઇ ગયુ હતુ. પરંતુ સીએમઓે દ્વારા આ અંગે જાણકારી આપતા જણાવ્યુ છે કે, નવા મંત્રીમંડળની શપથવિધિ આવતી કાલે એટલે 16મી સપ્ટેમ્બર, 2021ના રોજ યોજાશે. આ તરફ હવે નારાજ દિગ્ગજોને મનાવવા પણ દોડધામ શરૂ થઈ છે.

આ અંગે સીએમઓએ માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ 16મી સપ્ટેબર, ગુરૂવારે બપોરે 1.30 કલાકે યોજાવવાની છે. જોકે, ગઇકાલથી મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમ અંગે ભારે અસમંજશની સ્થિતિ સર્જાઇ છે. તમામ અટકળોને વિરામ મળી ગયો છે. મંગળવારે મોડી રાતે જ તમામ ધારાસભ્યોને બુધવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર હાજર રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જે બાદ અટકળો તેજ બની હતી કે, આજે જ એટલે બુધવારે જ નવા મંત્રીમંડળની શપથવિધિ રાખવામાં આવશે. આ પહેલા મંગળવારે ચર્ચા હતી કે, શપથવિધિ 16મી તારીખેને ગુરૂવારે કરવામાં આવશે. પરંતુ અચાનક જ આ તારીખ બદલીને આજની કરવામાં આવી હતી. રાજભવન બહાર શપથવિધિના બેનરો આજની એટલે 15મી તારીખના લગાવી દેવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા જ તે તમામ બેનરોને ઢાંકી દેવામાં આવી રહ્યા છે. રાજભવન પરના અધિકારીઓ પણ ધીરે ધીરે ત્યાંથી જઇ રહ્યાં છે.

રાજકારણ@ગુજરાત: નવા મંત્રીઓ કાલે શપથગ્રહણ કરશે, નારાજ દિગ્ગજોને મનાવવા દોડધામ

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નો રિપિટ થિયરી લગાવાવમાં આવી છે. જેના કારણે અનેક સિનિયર નેતાઓને આ મંત્રીપદ છોડવું પડી શકે છે. જેના કારણે અનેક નેતાઓ નારાજ હોય તેવા પણ સમાચારો મળી રહ્યા છે. રાજ્ય સરકારના મંત્રીઓ બચુ ખાબડ વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસ સ્થાન ખાલી કરવા સૂચના પણ આપવામાં આવી છે. એક ચર્ચા મુજબ રૂપાણી સરકારના 90 ટકા મંત્રીઓને હટાવીને નવા મંત્રીઓ લાવવામાં આવશે. ફક્ત એક અથવા બે મંત્રી જ એવા હશે જેમને ફરી મંત્રીમંડળમાં સ્થાન મળશે. આ વાતને લઈ ગુજરાત ભાજપમાં તણાવ વ્યાપ્યો છે. જાણવા મળ્યા મુજબ ઈશ્વર પટેલ, ઈશ્વર પરમાર, બચુ ખાબડ, વાસણ આહીર, યોગેશ પટેલ વગેરે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને ત્યાં તેમની મીટિંગ છે.