રાજકારણ@ગુજરાત: ગાંધીનગરમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, નગરપાલિકાના નવા પ્રમુખ સહિત હોદ્દેદારોની થશે નિમણૂંક

જૂનાગઢના મેયર સહિત અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ મળશે. જેમાં મહત્વની નિમણૂકો કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં જૂનાગઢના મેયર નગરપાલિકાના નવા પ્રમુખ સહિત સહિત હોદ્દેદારોની નિમણૂક કરાશે. આ ઉપરાંત 68 નગરપાલિકા પ્રમુખોની નિમણુક કરવામાં આવનાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જીત બાદ પ્રમુખો અને હોદ્દેદારોની નિમણુક અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. અને આગામી ચૂંટણી બાબતે ચર્ચાઓ કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ ક્યારે નક્કી થશે તેની હજી કોઇ પણ માહિતી મળી શકી નથી.બેઠકમાં પહેલા ગાંધીનગર તાલુકા પંચાયત અને પાલિકાના હોદ્દેદારોના નામે અંગે મંથન થશે, ત્યાર પછી જૂનાગઢ મનપા, 3 તાલુકા પંચાયત અને BJP શાસિત પાલિકાના હોદ્દેદારો અંગેના નામનો અંગે મંથન થશે. આ બેઠકમાં જૂનાગઢના મેયર સહિત અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. ઉપરાંત 68 નગર પરિષદના પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે.
બેઠકમાં સૌપ્રથમ ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકાના પદાધિકારીઓના નામોની ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયતો અને ભાજપ શાસિત નગરપાલિકાઓના પદાધિકારીઓના નામોની ચર્ચા કરવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ ગુજરાત પ્રમુખ સી.આર પાટિલ કરશે.