રાજકારણ@ગુજરાત: શંકરસિંહ વાઘેલા અને અમિત શાહની બંધ બારણે મુલાકાત, રાજનીતિમાં નવાજૂનીના સંકેત

 
અમિત સાહ

બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લાંબા સમય બાદ રાજનીતિના બે દિગ્ગજો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઇ છે. બન્નેની આ મુલાકાત ગાંધીગરના સર્કિટ હાઉસ ખાતે થઇ હતી. કહેવાઇ રહ્યું છે કે આ મુલાકાત બાદ રાજનીતિમાં કંઇક નવા જુની થઇ શકે છે. શંકરસિંહ વાઘેલા બાપુએ તમામ અટકળો અને તર્ક વિતર્ક પર કહ્યું કે, આ શિષ્ટાચારની મુલાકાત હતી.

છેલ્લા કેટલાય સમયથી રાજનીતિથી દુર અને ટીવી કે મીડિયાથી દુર રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, શંકરસિંહ વાઘેલા હમણાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક ખાસ મુલાકાત કરી હતી. પૂર્વ મંખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચેની બેઠકમાં અનેક મુદ્દાઓને ચર્ચામાં લાવવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે. 

અમિત શાહ સાથેની મુલાકાત બાદ બાપુએ રાજકીય તર્ક વિતર્કનો છેદ ઉડાડી દીધો હતો, તેમને આ બેઠક અંગે કહ્યું હતુ કે, આ એક શિષ્ટાચાર મુલાકાત હતી, દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો. અમે ભેગા મળીને ચા-પાણી કર્યા અને થોડીક વાતો કરી હતી. જોકે, બાપુ અને અમિત શાહની બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે.શંકરસિંહ વાઘેલા રાજકારણી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધપક્ષના ભૂતપૂર્વ નેતા (કોંગ્રેસ) છે.