રાજકારણ@ગુજરાત: મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓના નામ, મહિલાઓને પ્રાધાન્ય મળી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ હવે નવા મંત્રીમંડળને લઇ રાજકારણ ગરમાયુ છે. નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. આ સાથે હવે બેથી વધુ મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવું ચર્ચાઇ રહ્યુ છે. અમિત શાહે ગઇકાલે રાત્રે ગુજરાતમાંથી વિદાય લેતાં પૂર્વે ભૂપેન્દ્ર યાદવ સાથે
 
રાજકારણ@ગુજરાત: મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓના નામ, મહિલાઓને પ્રાધાન્ય મળી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ હવે નવા મંત્રીમંડળને લઇ રાજકારણ ગરમાયુ છે. નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. આ સાથે હવે બેથી વધુ મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવું ચર્ચાઇ રહ્યુ છે. અમિત શાહે ગઇકાલે રાત્રે ગુજરાતમાંથી વિદાય લેતાં પૂર્વે ભૂપેન્દ્ર યાદવ સાથે બંધબારણે બેઠક કરી હતી. જેમાં રૂપાણી સરકારના પડતા મુકાનારા મંત્રીઓ સાથે સમજાવટથી કામ લેવા સૂચના અપાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગઈકાલે રાજભવન ખાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે નવી સરકારની રચના અને લઈને એક પ્રાથમિક યાદી તૈયાર કરી હતી અને આ પ્રાથમિક યાદી હાઈ કમાન્ડને સોંપી હતી. ગઈકાલે તેમના નિવાસસ્થાનથી નીકળેલા અમિત શાહ સકિર્ટ હાઉસ ખાતે રોકાઈ ગયા હતા અને ભૂપેન્દ્ર યાદવ સાથે બંધબારણે બેઠક કરી હતી. આ નામ ટુંક સમયમા જાહેર થાય તેવી શક્યતાં છે. આ તકે રૂપાણી સરકારમાંથી પડતા મુકાનારા મંત્રીઓની સાથે સમજાવટથી કામ લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ જાહેર થઈ જશે. જેને લઇને રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તરફ સંભવિત શપથવિધિ સમારોહને લઈને તમામ તૈયારી શરૂ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓમાં બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં આવેલા બદલાવને પગલે ભારતીય જનતા પાર્ટીની સરકારના સફળતા અને નિષ્ફળતાના મામલે અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. ભૂપેન્દ્ર પટેલની ટીમમા આશ્ચર્યજનક ચહેરાઓ આવે તો તેમાં નવાઈ પામવા જેવું નહીં હોય. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિના સમીકરણો અને મહિલાને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. કેટલાક સભ્યોને બાદ કરતાં મોટાભાગના નવા ચહેરા તો અમુક ને પહેલી વખત મંત્રી બનાવે અને જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોણ આવશે તેને લઈને પાટનગરમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. મંત્રીમંડળમાં ૨૨ જેટલા મંત્રીઓ શપથ ગ્રહણ કરે તેવી શક્યતાં છે. જેમાં ત્રણ મહિલાઓને સ્થાન મળશે એમ પણ માનવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યનું શાસન પુરપાટ ઝડપે ચલાવવા ભુપેન્દ્ર પટેલને વફાદાર રહે તેવા સાથીઓની જરૂર છે જેની યાદી અમિત શાહને તેમણે સોંપી દીધી છે.