રાજકારણ@જૂનાગઢ: કોંગ્રેસને મોટો ઝટકો, 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, ચૂંટણી પહેલા જ ભાજપ 8 બેઠક જીત્યું

60 માંથી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિન હરીફ થઇ છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના 9 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાના એક દિવસ બાદ ઉમેદવારીપત્રો પરત ખેંચી લીધા છે. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા 8 બેઠકો પર ભાજપ ચૂંટણી પહેલા જ બિનહરીફ જીત્યું છે.જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જાણકારી મુજબ જૂનાગઢ મનપામાં 8 બેઠકો બિનહરીફ થઈ છે.
મનપા ચૂંટણીમાં ભાજપને વોર્ડ નંબર 3 અને 14 માં કોંગ્રેસ ઉમેદવારએ સમર્થન આપ્યું છે.જ્યારે જૂનાગઢ વોર્ડ નંબર 11 ના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. ધર્મેન્દ્ર મોદી ભાજપમાં જોડાયા હતા. જેથી ભાજપના વોર્ડ નંબર 11 ના ઉમેદવારોને હવે સમર્થન આપશે.આ સાથે વોર્ડ 12માં કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલએ સમર્થન આપ્યું છે. આમ જુનાગઢમાં 60 માંથી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિન હરીફ થઇ છે.મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસે એક પણ ઉમેદવારના નામોની સત્તાવાર જાહેરાત કર્યા વગર ઉમેદવારી પત્ર રજૂ કરવાના અંતિમ સમય સુધી લિસ્ટ જાહેર કર્યું ન હતું જો કે કોંગ્રેસની આ રણનીતિ ફેઈલ થઈ છે, ઉમેદવારી ફોર્મ ભર્યાના એક દિવસ બાદ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પરત ખેંચી લેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.