રાજકારણ: મધુ શ્રીવાસ્તવને કોઇ નારાજગી નથી, તેમનો સ્વભાવ ઉગ્ર: નિતીન પટેલ

અટલ સમાચાર,ડેસ્ક મધ્ય ગુજરાતની સાવલી વિધાનસભાના નારાજ ધારાસભ્યને મનવવા માટે ભાજપે ધમપછાડા કર્યા બાદ વધુ એક ધારાસભ્ય નારાજ થયા છે. ભાજપના વડોદરા જિલ્લાના વાઘોડિયા મતવિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમનું કામ પૂરું ન થતું હોવાથી નારાજગી વ્યક્ત કરી છે અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સામે મોરચો ખોલી દીધો છે. મધુ શ્રીવાસ્તવે તો તેમનું કામ ટલ્લે ચઢાવનાર
 
રાજકારણ: મધુ શ્રીવાસ્તવને કોઇ નારાજગી નથી, તેમનો સ્વભાવ ઉગ્ર: નિતીન પટેલ

અટલ સમાચાર,ડેસ્ક

મધ્ય ગુજરાતની સાવલી વિધાનસભાના નારાજ ધારાસભ્યને મનવવા માટે ભાજપે ધમપછાડા કર્યા બાદ વધુ એક ધારાસભ્ય નારાજ થયા છે. ભાજપના વડોદરા જિલ્લાના વાઘોડિયા મતવિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમનું કામ પૂરું ન થતું હોવાથી નારાજગી વ્યક્ત કરી છે અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સામે મોરચો ખોલી દીધો છે. મધુ શ્રીવાસ્તવે તો તેમનું કામ ટલ્લે ચઢાવનાર અધિકારીને ચાર લાફા મારી દેવાની પણ વાત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નારાજ ધારાસભ્યોની વણઝાર વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ ખાતે વાતચીત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે ‘ મધુ શ્રીવાસ્તવ અમારા ‘સિનિયર નેતા છે અને તેમનો સ્વભાવ ઉગ્ર છે, જોકે તેમના મનમાં કઈ ખરાબ નથી હોતું. મધુભાઈની લાગણી છે કે વડોદરાના મહાદેવ તળાવમાં હનુમાનજીની મૂર્તિ બને, ધારાસભ્ય પોતાના વિસ્તારમાં મનગમતા કામ કરાવવા માંગતા હોય છે નારાજ નથી હોતા. જોકે, મધુભાઈની માંગણીને હાઇકોર્ટની માર્ગદર્શિકા અનુરૂપ પુરી કરવાની થાય છે. કોઈ પણ જનપ્રતિનિધિ કાયદો હાથમાં ન લે તે આવશ્યક છે. અને આવું ન થાય તે જોવાની જવાબદારી પણ અમારી છે.’

રાજકારણ: મધુ શ્રીવાસ્તવને કોઇ નારાજગી નથી, તેમનો સ્વભાવ ઉગ્ર: નિતીન પટેલ
File photo

આ મામલે કૌશિક પટેલે જણાવ્યું હતું કે ‘મધુભાઈ અમારા વરિષ્ઠ અને સિનિયર ધારાસભ્ય છે. એમની મેટર હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. સમગ્ર રાજ્યમાં કોઈ પણ તળાવમાં કામગીરી માટે હાઇકોર્ટની મંજૂરી લેવી પડે. મંજૂરી વગર કોઈ કામ થઈ શકે નહીં, કાયદાકીય પ્રોસેસ ચાલુ છે. એમની સાથે વાતચીત કરી અન ઉકેલ લાવીશું.