આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મહેસાણામાં રાજપૂત સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ગઇકાલે રાત્રે નાયબ મુખ્યમંત્રી અને સાંસદની હાજરીમાં આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જે બાદમાં આગેવાનોએ નાયબ મુખ્યમંત્રીને તલવાર આપી અને ફેંટો બાંધી તેમનું સન્માન કર્યુ છે. ચૂંટણી પહેલાં રાજપૂત સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાતાં રાજકારણ ગરમાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાના પિલાજીગંજમાં ગઇકાલે વોર્ડ નં.4 અને 10 ની જાહેરસભા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં જયદેવસિંહ.બી.ચાવડા એડવોકેટ (વાઇસ ચેરમેન, મહેસાણા જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ) અને જયેન્દ્રસિંહ.ડી.ચાવડા (એડવોકેટ) ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે નીતિનભાઇ પટેલે બંનેને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ સાથે હેમાકુંવરબા જયેન્દ્રસિંહ ચાવડાને પણ સાંસદ શારદાબેન અનિલભાઈ પટેલે ખેસ પહેરાવી આવકાર્યા હતા. તેમજ મહેસાણા જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલે તમામને આવકાર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજપૂત સમાજના આગેવાનો સહિત અન્ય 100 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે દિલીપસિહ જાડેજા (કારોબારી સભ્ય, મહેસાણા શહેર ભાજપ), જયદેવસિંહ.બી.ચાવડા,(એડવોકેટ), રવિન્દ્રસિંહ જાડેજા (પ્રવકતા, મહેસાણા શહેર ભાજપ યુવા મોરચા) અને જયેન્દ્રસિંહ.ડી.ચાવડાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તલવાર આપી તથા ફેંટો બાંધીને સન્માન કર્યુ હતુ.

જાહેરાત
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code