રાજકારણ@નર્મદા: ચૈતર વસાવાના ગઢમાં AAP અને કોંગ્રેસના 1000થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા

 
રાજકારણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું ગાબડું પડતા આમ આદમી પાર્ટીને નુકશાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એક તરફ ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારીમાં છે. તો બીજી તરફ તેના માટે જ હવે ભાજપ પોતાના દિગ્ગજ નેતાઓને આદિવાસી વિસ્તારોમાં એક્ટિવ કરી રહી છે. આજે ચૈતર વસાવાના ગઢ નર્મદાના દેડિયાપાડામાં 'આદિવાસી સંમેલન -આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જ કાર્યક્રમ માટે ચૈતર વસાવાના ગઢમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા.

આ કાર્યક્રમમાં ચૈતર વસાવાના ગઢમાં હર્ષ સંઘવીએ ગાબડું પડ્યું છે. આજે નર્મદા જિલ્લામાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. જેમાં એક મુખ્ય નામ પ્રફુલ્લ વસાવાનું પણ છે. પ્રફુલ્લ વસાવાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જ પ્રફુલ્લ વસાવાનું ભાજપ સાથે જોડાવવું એ મોટું નુકશાન માનવામાં આવી રહ્યું છે. સાથે જ પ્રફુલ્લ વસાવા ચૈતર વસાવાના નજીકના માનવામાં આવે છે. ત્યારે હવે ચૈતર વસાવાના ગઢમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું ગાબડું પડતા આમ આદમી પાર્ટીને નુકશાન વેઠવાનો વારો આવશે.