રાજકારણ@દેશ: બિહારના વરિષ્ઠ નેતા નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, જાણો વધું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ પહેલા નીતીશ કુમારે જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તેઓ હવે એવા નેતા બની ગયા છે જેઓ વિધાનસભા અને લોકસભાની સાથે બંને ઉચ્ચ ગૃહોના પણ સભ્ય રહ્યા છે.
નીતિશ કુમાર આજે સાંજે જ પટના પરત આવશે. જે બાદ ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ રહી છે. પટનામાં સમ્રાટ ચૌધરીના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે, જે બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપ નેતૃત્વ વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી વચ્ચે સંતુલન જાળવવા 14 એપ્રિલે અંતિમ નિર્ણય લઈ શકે છે. વરિષ્ઠ મંત્રી વિજય ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે નવી સરકાર પણ 'નીતીશ મોડલ' પર જ કામ કરશે.

