આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાટણ શહેર અને જીલ્લા કોંગ્રેસમાં આંતરિક રાજનીતિ પાર્ટી માટે ઘાતક બને તેવા એંધાણ ઉભા થયા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર વિરૂધ્ધ સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યાના પત્ર બાદ હડકંપ મચી ગયો હતો. જોકે લાલેશ ઠક્કરે સમગ્ર સમાજ સાથે હોવાનો દાવો કરી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને મળતિયા દ્વારા સમાજના નામે સત્તાનો દાવપેચ ખેલાતાનો આક્ષેપ કરતા વળાંક આવ્યો છે. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર વિરૂધ્ધ સનસનીખેજ રજૂઆત થતાં ખળભળાટ મચી ગયો છે.

રાધનપુર વિધાનસભા પેટાચુંટણી માટે કોંગ્રેસે શહેર પ્રભારી તરીકે પાટણ પાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કરને જવાબદારી આપી છે. જેને લઇ રાધનપુર ઠક્કર સમાજ વિરોધમાં હોવાનો કાગળ વાયરલ થતાં સામાજીક અને રાજકીય ગરમાવો આવી ગયો છે. લાલેશ ઠક્કરે સમાજ સમર્થનમાં હોવાનો દાવો કરી પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર અને હરેશ બારોટે સમાજના નામે સત્તાનો દાવપેચ ખેલ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખને દૂર કરી કોંગી આગેવાન સત્તા કબજે કરવા તલપાપડ હોવાનું ધ્યાને આવતા લાલેશ ઠક્કરે સનસનીખેજ રજૂઆત કરી છે.

જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર અને મહામંત્રી હરેશ બારોટને કારણે પાટણ જીલ્લામાં કોંગ્રેસને નુકશાન થતું હોવાના આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસને ચાર પાનામાં રજૂઆત કરતા આંતરીક રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે. ઉલ્લેખનિય છે કે, પાટણ કોંગ્રેસમાં સત્તાની સાંઠમારીને પગલે ત્રણ વિધાનસભા જીતેલી હોવા છતાં લોકસભા બેઠક ભાજપે જીતી છે.

swaminarayan

advertise

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code