રાજકારણ@પંજાબ: નવા CM તરીકે નવજોત સિદ્ધુના ભાઇનું નામ નક્કી ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક પંજાબ કોંગ્રેસની આંતરિક ખેંચતાણથી તંગ આવેલા હાઈકમાન્ડે સીએમ અમરીન્દરનું રાજીનામું માંગી લીધું છે. આ તરફ સુનીલ જાખડને સીએમ બનાવવાનું હાઈકમાન્ડે નક્કી કર્યું હોવાનું સામે આવ્યુ છે. સુનીલ જાખડને CM બનાવવાથી રાજ્યની કમાન સિદ્ધુની પાસે રહેશે તેવું પણ ચર્ચાઈ રહ્યાં છે. સુનીલ જાખડ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. પ્રદેશ અધ્યક્ષ નવજોત
 
રાજકારણ@પંજાબ: નવા CM તરીકે નવજોત સિદ્ધુના ભાઇનું નામ નક્કી ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પંજાબ કોંગ્રેસની આંતરિક ખેંચતાણથી તંગ આવેલા હાઈકમાન્ડે સીએમ અમરીન્દરનું રાજીનામું માંગી લીધું છે. આ તરફ સુનીલ જાખડને સીએમ બનાવવાનું હાઈકમાન્ડે નક્કી કર્યું હોવાનું સામે આવ્યુ છે. સુનીલ જાખડને CM બનાવવાથી રાજ્યની કમાન સિદ્ધુની પાસે રહેશે તેવું પણ ચર્ચાઈ રહ્યાં છે. સુનીલ જાખડ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને જાખડ વચ્ચે ઘરોબો છે. નવજોત સિંહ સિદ્ધુ જાખડને પોતાના મોટાભાઈ ગણાવે છે અને તેઓ ઘણા પ્રસંગે જાહેરમાં ગળે મળતા જોવા મળ્યાં હતા. તેઓ એકબીજાને જ્યારે પણ મળે છે ત્યારે ખૂબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ મોવડીમંડળે કેપ્ટન અમરીન્દરસિંહને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જણાવ્યુ છે. જેને લઇ પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુ જુથમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ તરફ કેપ્ટન અમરીન્દરસિંહે તેમને પુછ્યાં વગર જ ધારાસભ્યોની બેઠક બોલાવવા સહિતના મોવડીમંડળના નિર્ણય સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરતા આ પ્રકારની અપમાનજનક સ્થિતિમાં તેઓ પક્ષમાં ચાલુ રહી શકે નહી.