રાજનીતિ@રાજસ્થાન: સત્તાની લડાઇમાં ભાજપના ધારાસભ્યોનું જૂથ ગુજરાતમાં

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્યો સાચવવાની વાત આવે ત્યારે અનેકવાર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજસ્થાનમાં શરણ લીધી છે. આ તરફ હવે ભાજપે રાજસ્થાનમાં પોતાના ધારાસભ્યોને સાચવવા કવાયત હાથ ધરી છે. આ કારણે પોતાના કોઈ ધારાસભ્યો ન તૂટે તે માટે રાજસ્થાન ભાજપના ધારાસભ્યોને અમદાવાદ લાવવામાં આવ્યા
 
રાજનીતિ@રાજસ્થાન: સત્તાની લડાઇમાં ભાજપના ધારાસભ્યોનું જૂથ ગુજરાતમાં

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્યો સાચવવાની વાત આવે ત્યારે અનેકવાર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજસ્થાનમાં શરણ લીધી છે. આ તરફ હવે ભાજપે રાજસ્થાનમાં પોતાના ધારાસભ્યોને સાચવવા કવાયત હાથ ધરી છે. આ કારણે પોતાના કોઈ ધારાસભ્યો ન તૂટે તે માટે રાજસ્થાન ભાજપના ધારાસભ્યોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપની સત્તા છે, આવામાં અહી ધારાસભ્યો સલામત ગણી શકાય. ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોવાથી આ જગ્યા સલામત તથા રાજસ્થાનથી નજીકની પણ છે. આ ધારાસભ્યો અશોક ગેહલોતની સરકારને સમર્થન ન કરે તે માટે તેઓને અહી લાવવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનમાં કોંગ્રેસના સચિત પાયલોટ જૂથના ધારાસભ્યોએ પક્ષ વિરૂધ્ધ મોરચો માંડ્યો છે. આવામાં ફરીથી રાજસ્થાનમાં રાજકારણમા ગુજરાતનો મોટો રોલ સામે આવ્યો છે. ત્યારે રાજસ્થાનના ભાજપ સમર્થક ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. સાથે જ અપક્ષ અને સચીન પાયલટ જૂથના કેટલાક ધારાસભ્યો પણ તેમાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજસ્થાનના આ તમામ ધારાસભ્યોને અમદાવાદના બાવળાના ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યા છે. રાજસ્થાનના ધારાસભ્ય અમદાવાદના બાવળામાં હોવાથી અનેક રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ધારાસભ્યોને ક્યાય બહાર લઈ જવામાં નહિ આવે. જે સ્થળ પર રાખવામાં આવ્યા છે ત્યા પાસેના તમામ રસ્તા પર ખાનગી ડ્રેસ પર પોલીસ કર્મચારી ગોઠવાયા હોવાનું જાણવા મળ્યુ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તમામ ધારાસભ્યોને ગુજરાતમાં અલગ અલગ સ્થળે રાખવામાં આવશે. આ ધારાસભ્યો ગુજરાતમાં 6 દિવસ પસાર કરશે. 14 ઓગસ્ટથી રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે, આ સત્રમાં શક્તિ પરીક્ષણ થાય તેવી શક્યતા છે. ત્યારે ગેહલોત સરકાર દ્વારા પણ સરકાર બચાવવા અને સચીન પાયલોટ ગ્રૂપ પર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. આવામાં કોઈ ડેમેજ ન થાય તે માટે ધારાસભ્યોને અહી લાવવામાં આવ્યા છે. આ તમામને 14 તારીખે સવારે જ રાજસ્થાન લઈ જવાશે. બાવળામાં ભાજપના એક રાજકીય નેતાના ખાનગી રિસોર્ટમાં તમામને રાખવામાં આવ્યા છે. જેના બાદ તેઓને ગ્રામ્ય અને ગાંધીનગરમાં કેટલાક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવશે.