રાજકારણ: NCPના જનરલ સેક્રેટરી અને સભ્યપદેથી શંકરસિંહ વાઘેલાનું રાજીનામું

અટલ સમાચાર,ગાંધીનગર કોરોના મહામારી વચ્ચે શંકરસિંહ વાઘેલાએ NCPમાંથી રાજીનામું આપી દીધુ છે. શંકરસિંહે NCPના જનરલ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું છે.NCPમાં શંકરસિંહનું પદ ઘટતા અને NCPના ધારાસભ્યએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપતા શંકરસિંહે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ સમગ્ર બાબતની જાણ શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર પર કરી છે NCPના જનરલ સેક્રેટરીના
 
રાજકારણ: NCPના જનરલ સેક્રેટરી અને સભ્યપદેથી શંકરસિંહ વાઘેલાનું રાજીનામું

અટલ સમાચાર,ગાંધીનગર

કોરોના મહામારી વચ્ચે શંકરસિંહ વાઘેલાએ NCPમાંથી રાજીનામું આપી દીધુ છે. શંકરસિંહે NCPના જનરલ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું છે.NCPમાં શંકરસિંહનું પદ ઘટતા અને NCPના ધારાસભ્યએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપતા શંકરસિંહે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ સમગ્ર બાબતની જાણ શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર પર કરી છે NCPના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યુ છે તેમણે ટ્વિટ કરી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યસભાની ચુંટણી પુર્ણ થતાંજ શંકરસિંહ વાઘેલાએ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. નોંધનિય છે કે, અગાઉ શંકરસિંહે NCPમાં જોડાયા હતા ત્યારે મહેન્દ્રસિંહને ભાજપમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. આવામાં હવે જ્યારે NCPમાંથી બાપુએ રાજીનામું ધરી દીધું છે ત્યારે ભાજપમાં મહેન્દ્રસિંહની વાપસી થઈ શકે તેવા ઉજળા સંકેતો વર્તાઈ રહ્યા છે. જો મહેન્દ્રસિંહ ભાજપમાં પાછા આવે છે તો કહેવાય છે, કે બાયડ પરની વિધાનસભાની બેઠક પર તેમને ચૂંટણી લડાવી શકાય છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અગાઉ 4 જૂને શંકરસિંહ વાઘેલાએ NCPના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવા મામલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, હું સત્તા વિહોણી પાર્ટીમાં જોડાયો હતો. જો મારે સત્તા માટે જોડાવું હોત તો કોંગ્રેસમાં જ રહ્યો હોત. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવાને લઇને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. પાર્ટીએ શંકરસિંહને પ્રમુખ પદેથી હટાવ્યા હતાં પરંતુ જનરલ સેક્રેટરીના પદે યથાવત રાખ્યાં હતાં. જો કે બાપુ તેનાથી નારાજ થયાં હતાં અને તેમણે ટ્વીટર પરથી પણ NCP જનરલ સેક્રેટરીની ઓળખ દૂર કરી દીધી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે 19મીએ NCP સાથે મારા સંબંધોનું ભાવિ નક્કી કરશે જેના પરિણામે આજે રાજીનામું આપી દેતાં આ પરિણામ બહાર આવ્યું હતું.

રાજકારણ: NCPના જનરલ સેક્રેટરી અને સભ્યપદેથી શંકરસિંહ વાઘેલાનું રાજીનામું

નોંધનિય છે કે, 19મીએ રાજ્યસભાની ચૂંટણીમાં NCPના કાંધલ જાડેજાએ ભાજપને મત આપતા શંકરસિંહના રાજીનામાંની શક્યતાઓ વધી હતી.NCP પ્રમુખ જયંત બોસ્કીએ કાંધલ જાડેજાને નોટીસ આપી છે. રાજ્યસભાની ચુંટણીમાં ક્રોસ વોટ કરવા બદલ નોટીસ ફટકારી છે. સાત દિવસમાં કાંધલ જાડેજાએ નોટીસનો જવાબ આપવાનો રહેશે. જવાબ યોગ્ય નહીં રહે તો તેની સામે પાર્ટી કાર્યવાહી કરશે.