રાજકારણ@સુરત: કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું, લોકસભા ચૂંટણીનાં નેતા નિલેશ કુંભાણીએ આપ્યું રાજીનામું
કોંગ્રેસે પણ તેમની સામે સાગમટે અનેક આક્ષેપો કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર પસ્તાળ પાડી અને કોંગ્રેસે પણ તેમની સામે સાગમટે અનેક સુરત શહેર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કારણ કે પટેલ સમાજના કદાવર નેતાએ કોંગ્રેસથી અસંતુષ્ટ થઈ રાજીનામુ આપી દેતા અન્ય નેતાઓમાં પણ અસંતુષ્ટી જાેવા મળી છે, ચારે કોર એક જ ચર્ચા વહેતી થઈ છે કે એક બાદ એક નાના હોય કે જાણીતા કે પછી મોટા નેતા હવે કોંગ્રેસ ને છોડી રહ્યાં છે.તેવામાં વધુ એક જાણીતા નેતા જયેશ લીલીયાવાળાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે.
આમ તો તેઓ કોંગ્રેસમાં પ્રખ્યાત છે તેમની કામગીરી વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવા તેમનું ખૂબજ મોટું યોગદાન અને મહત્વની કામગીરી રહી છે, જાેકે કોંગ્રેસથી નારાજ થઈ તેઓએ કોંગ્રેસ છોડી દીધી છે પરંતુ હવે તેઓ સમાજસેવા સાથે જાેડાયેલા રહેશે અને લોકોની સેવા કરશે. કોંગ્રેસ નેતા જયેશ લીલાયાવાળાએ કોંગ્રેસ કાર્યાલય ખાતે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખ રાજપૂતને રૂબરૂ મળી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેને જાેતા જાહેરમાં તમામ નેતાઓમાં પણ નારજગીના સૂર ઉઠવા પામ્યા હોય તેવો ચર્ચા સેવાઈ રહી છે.
કોંગ્રેસમાં નેતાઓનું વળતું પગલું હવે કોંગ્રેસ તૂટી રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સુરત શહેર કોંગ્રેસમાં કોણ ક્યાં છે. અને ક્યાં સુધી રહેશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. લોકસભા ચૂંટણીમાં સુરતની સીટ બિનહરીફ ધરીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર પસ્તાળ પાડી અને કોંગ્રેસે પણ તેમની સામે સાગમટે અનેક આક્ષેપો કર્યા. નિલેશ કુંભાણી પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોંગ્રેસ માટે કાર્ય કરતા હતા હવે તેની પાછળ અન્ય નેતા ઓ કહો કે પછી પટેલ સમાજના નેતાઓએ કોંગ્રેસને છોડવાનું મન બનાવી દીધું છે એવું લાગે છે કે એક બાદ એક પટેલ સમાજના નેતા કોંગ્રેસ પત્તાથી ગલી કરી રહ્યા છે. પોતાના પગ પાછળ ખસેડી રહ્યા છે ત્યારે સુરતના જાણીતા કદાવર નેતા જયેશ લીલાયાવાળાએ પણ કોંગ્રેસ છોડી દીધી છે. કોંગ્રેસને સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.