રાજકારણ@સુરેન્દ્રનગર: ચોટીલાના કોંગ્રેસ અગ્રણી જોગરાણાનું અચાનક રાજીનામું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ચોટીલા તાલુકાના માલધારી સમાજના અગ્રણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મંત્રી દેવકરણભાઇ જોગરાણાએ રાજીનામું આપતાં ચકચાર મચી ગઇ છે. સુરેન્દ્રનગર જીલ્લામાં કોંગ્રેસમાં માલધારી સમાજની થઇ રહેલી ઉપેક્ષાથી નારાજગી વ્યક્ત કરીને તેમના હોદા પરથી ચોટીલાના ધારાસભ્યને રાજીનામું ધરી દેતા ચકચાર મચી ગઇ છે. માલધારી સમાજના અગ્રણીએ અચાનક રાજીનામું ધરી દેતાં ચોટીલાના
 
રાજકારણ@સુરેન્દ્રનગર: ચોટીલાના કોંગ્રેસ અગ્રણી જોગરાણાનું અચાનક રાજીનામું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ચોટીલા તાલુકાના માલધારી સમાજના અગ્રણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મંત્રી દેવકરણભાઇ જોગરાણાએ રાજીનામું આપતાં ચકચાર મચી ગઇ છે. સુરેન્દ્રનગર જીલ્લામાં કોંગ્રેસમાં માલધારી સમાજની થઇ રહેલી ઉપેક્ષાથી નારાજગી વ્યક્ત કરીને તેમના હોદા પરથી ચોટીલાના ધારાસભ્યને રાજીનામું ધરી દેતા ચકચાર મચી ગઇ છે. માલધારી સમાજના અગ્રણીએ અચાનક રાજીનામું ધરી દેતાં ચોટીલાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના નાના પાળીયાદ ગામના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મંત્રીનો હોદો ધરાવતાં દેવકરણભાઇ જોગરાણાએ તેમના હોદ્દા પરથી ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણાને રાજીનામું ધરી દીધું છે. જેના કારણે ચોટીલા કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો છે. દેવકરણભાઇ જોગરાણાએ સ્થાનિક સ્વરાજ્યની તથા લોકસભા વિધાનસભાની ચુંટણીઓ સમયે કોંગ્રેસના ઉમેદવારો માટે તનતોડ મહેનત કરી હતી અને ચોટીલા તાલુકામાં પણ પોતાની કામગીરીથી કોંગ્રેસ મજબુત બનાવવા માં ફાળો આપ્યો હતો.

દેવકરણભાઇ જોગરાણાએ ધરેલા રાજીનામામાં જણાવ્યાં મુજબ, સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લામાં અંદાજે બેથી અઢી લાખની બહોળી વસતિ ધરાવતાં માલધારી સમાજને આ જીલ્લાના એકપણ તાલુકામાં અત્યારે કોંગ્રેસ સંગઠનમાં એકપણમાં માલધારી સમાજના સભ્યને લેવામાં આવેલ નથી. જેના કારણે રબારી-ભરવાડના આ માલધારી સમાજને કોંગ્રેસ દ્વારા અન્યાય થઇ રહ્યો હોવાની લાગણી સતાવી રહી છે.