રાજકારણ@થરા: નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, 124માંથી 68 ફોર્મ અમાન્ય

અટલ સમાચાર ડોટ કોમ, થરા કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોએ થરા નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેને લઇ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે ચોક્કસ માહીતિ મુજબ અલગ-અલગ કારણોને લઇ 68 ફોર્મ અમાન્ય ઠરાવવામાં આવ્યા છે. આ તરફ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવતાં હવે ભાજપ-કોંગ્રેસમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. અટલ સમાચાર
 
રાજકારણ@થરા: નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, 124માંથી 68 ફોર્મ અમાન્ય

અટલ સમાચાર ડોટ કોમ, થરા

કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોએ થરા નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેને લઇ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે ચોક્કસ માહીતિ મુજબ અલગ-અલગ કારણોને લઇ 68 ફોર્મ અમાન્ય ઠરાવવામાં આવ્યા છે. આ તરફ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવતાં હવે ભાજપ-કોંગ્રેસમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરા નગરપાલિકાની ચૂંટણીને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 124 ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપના 24 ઉમેદવારો, કોંગ્રેસના 22 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ તરફ હવે 66 ફોર્મ અપુરતા ડોક્યુમેન્ટને કારણે અને 2 ફોર્મ શૌચાલયના અભાવે અમાન્ય ઠર્યા છે. જોકે હવે આમ આદમી પાર્ટીની સક્રિયતા અને લોકપ્રિયતા સતત વધી રહી હોઇ ભાજપ-કોંગ્રેસમાં ચિંતાનુ મોજું ફરી વળ્યું છે.