બ્રેકિંગ@ગુજરાત: હર્ષદ રિબડીયા બાદ વધુ એક નેતાએ કોંગ્રેસને કીધું બાય-બાય, ઈટાલિયાના હસ્તે ખેસ પહેરી આપમાં જોડાયા

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યના રાજકારણમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગરમાવો આવી રહ્યો છે. ગઇકાલે 87-વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ રાજીનામું આપ્યું હતું. જોકે હવે બાલાસિનોરના નેતા ઉદયસિંહ ચૌહાણ કૉંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે તેઓ કોંગ્રેસ છોડી ગોપાલ ઇટાલિયાના હસ્તે AAPનો ખેસ પહેરી આપમાં જોડાયા છે.
કોંગ્રેસના ધારાસભ્યએ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના બીજા એક નેતાએ પણ પક્ષને બાય-બાય કહી દીધું છે. બાલાસિનોરના કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉદયસિંહ ચૌહાણે ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જો તેઓએ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. જોકે ઉદયસિંહ ચૌહાણને પાર્ટીમાં ખેસ પહેરાવી ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, મહીસાગરને ખેડામાં તેમના નેતૃત્ત્વથી લાભ મળશે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
મહત્વનું છે કે, હજી ગઇકાલે સાંજે જ ગુજરાતની 87-વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
શ્રી ઉદેસિંહ ચૌહાણ અને શ્રી હાર્દિક બારોટને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ! pic.twitter.com/hyUScsLok9
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 5, 2022
શું કહ્યું પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ?
હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે, ધારાસભ્ય પદની સાથે કોંગ્રેસથી પણ રાજીનામુ આપુ છું. મત વિસ્તારના લોકોને પૂછીને આગળ નિર્ણય જાહેર કરીશ. કોંગ્રેસમાં એકલા હાથે લડવું પડે,ક્યાંય કોઇ મદદ ન મળે અમને, વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં છે, પદયાત્રા દક્ષિણ ભારતમાં યોજે છે. પદયાત્રાની જરૂર ગુજરાતમાં છે. પ્રભારી રાજસ્થાનથી મુકાયા હતા ત્યાં સ્થિતી બગડી. પ્રભારીઓ ગુજરાતથી રાજસ્થાન ચાલ્યા ગયા છે. કોંગ્રેસ સાવ દિશાહીન થઇ ગઇ છે. હું હજુ કોઇ પક્ષ સાથે નથી જોડાયો, મેં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. મારા વિસ્તારના આગેવાન,મતદારને પુછવાનું છે. છેવાડાની વ્યક્તિનો અવાજ બને તે પક્ષ સાથે હું જોડાઇશ. પક્ષ છોડવું તે ગદ્દારી નથી. મારા વિસ્તારના લોકોને પૂછીને નિર્ણય કર્યો છે. આ મારા અંતરઆત્માનો અવાજ છે.