ગુજરાતઃ આજે યુવા વિધાનસભા સત્ર ચાલશે, અલગ-અલગ જીલ્લાના 182 વિદ્યાર્થીઓ MLAની જવાબદારી શંભાળશે

સદનમાં સત્રની કાર્યવાહી દરમિયાન એક કલાકનો પ્રશ્નોતરીકાળ પણ હશે, જેમાં ક્ષેત્રીય સમસ્યાઓને લઇને પ્રશ્ન પણ પૂછવામાં આવશે. આવા કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં રાજકારણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો છે. 
 
vidhan

અટલ સમાચાર, ડેસ્ક

 ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્ય હોય છે એ જ રીતે યુવાનોમાંથી 182 ધારાસભ્યની જવાબદારી સોંપવામાં આવશે. ધારાસભ્યોની જવાબદારી માટે અમદાવાદ, સુરત જેવા અલગ-અલગ શહેરો અને જિલ્લામાંથી વિદ્યાર્થીઓને તેમની કુશળતાના આધાર પર પસંદગી કરવામાં આવી છે. સદનમાં સત્રની કાર્યવાહી દરમિયાન એક કલાકનો પ્રશ્નોતરીકાળ પણ હશે, જેમાં ક્ષેત્રીય સમસ્યાઓને લઇને પ્રશ્ન પણ પૂછવામાં આવશે. આવા કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં રાજકારણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો છે. 

ગુજરાત વિધાનસભાની અધ્યક્ષ નીમાબેન આર્ચાર્યએ જણાવ્યું હતું કે ગણેશ વાસુદેવ માવંકર બ્યુરો ઓફ પાર્લામેન્ટરી પ્રેક્ટિસ એન્ડ ટ્રેનિંગ, ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી અને સ્કૂલ પોસ્ટ મેગેઝીનના સંયુક્ત નેજા હેઠળ ગુરુવારે યુથ મોડલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક અનોખું પ્લેટફોર્મ છે, જે વિચારોના આદાન-પ્રદાન, ગતિવિધિઓ અને યુવા વિદ્યાર્થીઓની સંસદીય કાર્ય પદ્ધતિ સાથે સંપર્ક બનાવવાનો સારો અવસર છે. 

યુવા મોડલ વિધાનસભા વિશે તેમણે કહ્યું કે તેને સાકાર કરવા માટે પ્રશ્નોતરી, સરકારી ખરડા, બજેટ અને સંકલ્પ જેવી સંસદીય કાર્ય પ્રણાલીને સામેલ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના અધિકારીએ ગાંધીનગરની સરકારી કોલેજના વિદ્યાર્થીઓ તથા રાજ્યની અલગ-અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓની પસંદગી સ્કૂલ પોસ્ટ સંસ્થાએ ઇન્ટરવ્યું લઇને કર્યું છે. આ વિદ્યાર્થીઓને ગૂગલ મીટ અને રૂબરૂ બોલાવીને સંસદીય કાર્ય પ્રણાલીની ટ્રેનિંગ આપી હતી.