રાજકારણઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના આ 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું, કોંગ્રેસમાં રહી કોંગ્રેસને દગો કર્યો
congrees

અટલ સમાચાર, ડેસ્ક

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના એક ધારાસભ્યએ ખુદ સ્વીકાર્યુ હતું કે તેમણે ક્રોસ વોટિંગ કર્યુ હતું. ત્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યોના નામ આખરે સામે આવ્યા છે. એક-બે નહિ, કુલ 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યુ છે. આ તમામ કોંગ્રેસના ધારાસભ્યો છે, જેણે કોંગ્રેસના જ પીઠમાં ખંજર ભોંક્યુ છે.

 સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ 7 લોકોએ ક્રોસ મતદાન કર્યું છે. સૂત્રોના અનુસાર કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. સૂત્રોના અનુસાર કોંગ્રેસના 7 ધારાસભ્યોએ પાર્ટીના આદેશ વિરૂદ્ધ મત આપ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મત આપ્યો. 
 

આ ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ

કોંગ્રેસના 7 ધારાસભ્યોમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસાયોનું નામપણ સામે આવ્યું છે. સૂત્રો અનુસાર લલિત વસોયાએ ક્રોસ મતદાન કર્યું છે. 
જૂનાગઢના ધારાસભ્ય હર્ષદ રીબડીયા 
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ
જામનગરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા
પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ
જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી 
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી કોંગ્રેસ નારાજ છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યુ છે. ત્યારે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ક્રોસવોટિંગ પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ધારાસભ્યો ક્રોસવોટિંગ કરે તે ગેરબંધારણીય છે. પાર્ટી, જનતાના વિશ્વાસ બાદ ક્રોસવોટિંગ થાય તે ખોટું છે. ક્રોસ વોટિંગ અટકાવવા ઓપન બેલેટથી ચૂંટણી થવી જોઈએ.

ક્રોસ વોટિંગ કરનારા સામે કોંગ્રેસ લેશે પગલા 
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મુનો વિજય થયો છે. તો બીજી તરફ ચૂંટણી દરમિયાન ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં ક્રોસ વોટિંગની પણ ઘટના સામે આવી છે. હવે ક્રોસ વોટિંગને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે. ક્ષ સાથે ગદ્દારી કરનાર ધારાસભ્યોને શોધવા કમિટી રચાશે.  ટુંક સમયમાં રિપોર્ટ તૈયાર કરી પગલાં ભરવાની ભલામણ સાથે કેન્દ્રીય નેતૃત્વને આ રિપોર્ટ મોકલાશે.