રાજકારણઃ 10 સપ્ટેમ્બરે 4 કલાક માટે ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે- કોંગ્રેસ
Congress-logo-300x205

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે ત્યારે રાજકીય નેતાઓના રાજીનામા અને પક્ષપલટુંઓના સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગુલાબ નબી આઝાદે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 સપ્ટેમ્બરે ચાર કલાક માટે ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી હતી. 

કોંગ્રેસે મહત્વના ચૂંટણીલક્ષી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. ચૂંટણી માટે કોંગ્રેસે 3 મોટા કાર્યક્રમોની પણ જાહેરાત કરી હતી. જેમાં 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીનો સંવાદ કાર્યક્રમ યોજાશે, અને 10 સપ્ટેમ્બરે 4 કલાક માટે ગુજરાત બંધના એલાન કરવામાં આવશે.  કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી 15 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરીશું. 4 સપ્ટેમ્બરે સ્ક્રીનીંગ કમિટીની પ્રદેશ નેતાઓ સાથે પ્રથમ મહત્વની બેઠક સાંજે 6 વાગે મળશે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો પોતાની પાર્ટીને બહુમતી સાથે જીત અપાવવા માટે તૈયારીઓમાં લાગી ગયા છે. જેના ભાગરૂપે આજે સીઆર પાટીલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. આ દરમિયાન તેમણે સુરતમાં એક કાર્યક્રમમાં નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર વેઘક પ્રહાર કર્યા હતા. 

સીઆર પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે. ગુજરાતની જનતાને ફ્રીમાં પાણી આપવાની લાલચ ન આપો. એક ભાઈ આવી ને કહે છે કે અમે ફ્રી માં વીજળી આપીશું. પરંતુ પાવર આવશે કે કેમ તે એક સવાલ છે. યુવાનોને રોજગારીની લાલચ આપવાની વાત કરી છે. પરંતુ આ વચન આપ્યા બાદ તે કેવી રીતે પાળશે. સાડા પાંચ લાખ નોકરી સરકારે જાહેરાત કરી છે, ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. ત્યારે આ ભાઈ દસ લાખ નોકરીની જાહેરાત કરે છે. પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી. એટલે ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરી દો.