રાજકારણઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાની અટકળોનો આજે અંત આવ્યો

અટલ સમાચાર, ડેસ્ક
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાની અટકળોનો આજે અંત આવ્યો છે. નરેશ પટેલે આજે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, રાજકારણમાં પ્રવેશને મોકૂફ રાખું છું. પાટીદાર સમાજના પ્રકલ્પો શિક્ષણ, આરોગ્ય અને ખેતી પર ધ્યાન આપીશ. વડીલોની ચિંતાને ધ્યાનમાં રાખીને હાલ રાજકારણમાં નહીં જોડાવું અને ખોડલધામના ચેરમેન પદ પર યથાવત રહી પાટીદાર સમાજ માટે કામ કરીશ. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના આ નિર્ણય બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને જાણો રાજકીય નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
નરેશભાઈ પટેલ પોતે સક્ષમ વ્યક્તિત્વ છે. તેમણે તેમના સમાજ સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરીશ એવું વારંવાર કહ્યું પણ હતું. તેમણે સમાજ સાથે ચર્ચા કર્યા બાદ જે અભિપ્રાય આવ્યો હશે. તેઓ એક ધાર્મિક સંસ્થાના વડા તરીકે કામ કરે છે. તેમણે આજે નિર્ણય કર્યો છે કે, કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવવું નહીં. એમનો આ પોતાનો નિર્ણય છે.
એમને કોઈએ રાજકારણમાં આવવા માટે કંકુ-ચોખા તો પાઠવ્યા નહોતા. એમણે પોતે જ મુખ્યમંત્રી થવું હતું અને હવે તે ક્યાંયના નહીં રહે, ખોડલધામનું નેતૃત્વ પણ એમની પાસે રહેશે કે કેમ એ સવાલ છે. એટલે રાજકારણમાં ન આવે એના માટેના જે પ્રયાસો થયા લોકો તરફથી. કારણ કે એમને જવું હતું કોંગ્રેસમાં. નહીં તો સોનિયા ગાંધીને મળવા શું કામ ગયા હતા. એટલે ધંધો કરવો છે તો રાજકારણથી દૂર રહેવું એ કદાચ એમના માટે વધારે સલામત હશે. એ બાબત હવે જઈને સાબિત થઈ ગઈ. મારી દ્રષ્ટિએ રાજકીય દબાણ હેઠળ જ આ નિર્ણય થયો છે. સમાજના આગેવાનો અથવા તો એમના જે ટ્રસ્ટીઓ, એમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હતા. જે ઘણા વખતથી પ્રયત્નો એવો કરતા હતા કે નરેશભાઈ તમે આવો તો ભાજપમાં આવો નહીં તો રાજકારણમાં તમે આવો જ નહીં. એટલે જ એ લોકોની આ રમત સફળ રહી અને નરેશભાઈની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ હવે. કારણ એવું છે કે નરેશભાઈને કોંગ્રેસમાં જવું હતું. નરેશભાઈએ કોંગ્રેસના ધારાસભ્ય સાથે મુલાકાતો કરી હતી. નરેશભાઈએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. નરેશભાઈએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. નરેશભાઈએ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ આવું છે એમ એમણે ધારાસભ્યોને કહ્યું હતું. હું તમારી પાસે આવ્યો છું, પરંતુ ધોરાજીના ધારાસભ્ય જેમણે કહ્યું હતું કે, નરેશભાઈ દર વખતે તમે જે ખેલ કરવાના છો એજ કરવાના છો કે ખરેખર કોંગ્રેસમાં આવવાના છો.