રાજકારણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આપમાં જોડાયા

પરેશ વસાવાના પિતા ગોવિંદભાઈ વસાવા પણ કોંગ્રેસ ચીમનભાઈ પટેલની સરકારમાં વનમંત્રી હતા અને ભૂતકાળમાં 15 વર્ષથી ધારાસભ્ય હતા. આપમાં જોડાનાર પરેશ વસાવા ભાજપમાં ગુજરાત સરકાર આદિજાતિ વિભાગના ડાયરેક્ટર પદે હતા.
 
aap

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.  નિઝર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા આપમાં જોડાયા છે.  પરેશ વસાવા ભૂતકાળમાં 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને હવે પરેશ વસાવા ભારતીય જનતા પાર્ટી છોડી આપમાં જોડાયા. પરેશ વસાવાના પિતા ગોવિંદભાઈ વસાવા પણ કોંગ્રેસ ચીમનભાઈ પટેલની સરકારમાં વનમંત્રી હતા અને ભૂતકાળમાં 15 વર્ષથી ધારાસભ્ય હતા. આપમાં જોડાનાર પરેશ વસાવા ભાજપમાં ગુજરાત સરકાર આદિજાતિ વિભાગના ડાયરેક્ટર પદે હતા.

Mohan Bhagwat Gujarat Visit: RSS વડા મોહન ભાગવત આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. તેઓ 23,24 અને 25 જુલાઈના રોજ ગુજરાતમાં રહેશે. Gsc બેંક ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ખાતે કાર્યક્ર્મમાં હાજરી આપશે. સંઘની ભગીની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના એક કાર્યક્રમમાં આજે હાજર રહેશે. અખિલ ભારતીય પદાધિકારી અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.  23 અને 24 જુલાઈ બે દિવસીય અભ્યાસ વર્ગ યોજાશે. દેશના તમામ રાજ્યમાંથી અભ્યાસ વર્ગમાં લોકો જોડાશે. દેશમાં શુ નવું થઈ રહ્યું છે અને થાય છે તે બાબતે ચર્ચા કરવામાં આવશે.