રાજકારણઃ દાહોદમાં આવેલા રાહુલ ગાંધીએ હાર્દિક પટેલની અવગણના કરતાં ફરી એકવાર નારાજ
hardik

અટલ સમાચાર, ડેસ્ક

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલનો કોંગ્રેસનો મોહભંગ થયો છે. દાહોદમાં આવેલા રાહુલ ગાંધીએ હાર્દિક પટેલની અવગણના કરી હતી. રાહુલ ગાંધી જેલવાસ મુદ્દે હાર્દિક પટેલનુ નામ લેવામાં ચૂકી ગયા હતા. હાર્દિક પટેલ આંદોલન સમયે જેલમાં ગયા હોવા છતાં તેમનુ નામ ન રાહુલ ગાંધીએ લીધુ ન હતી. જેથી હાર્દિક પટેલ નારાજ થયા હતા. જેથી નારાજ હાર્દિક અગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. 

અગામી દિવસોમાં હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. ભાજપમાં યુવા પાટીદાર નેતા થવાના હાર્દિક પટેલને ઈચ્છા છે. હાર્દિક પટેલ મુદ્દે પાટીદાર આંદોલનના સાથીઓ બેઠક કરી શકે છે. આંદોલનના સાથીઓ આ મુદ્દે નિર્ણય લે તેવી સંભાવના છે. તો બીજી તરફ હાર્દિક પટેલ પણ કહી ચૂક્યા છે કે, 'મારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એટલે કિંમત નથી થતી.' 

ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા સાથીઓ સાથે બે દિવસમાં મહત્વની બેઠક યોજાઈ શકે છે. આગામી 15મી મેના રોજ પાટીદાર આંદોલનના જૂના સાથીઓ સાથે હાર્દિકની બેઠક થવાની છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ટૂંક સમયમાં રાજકોટ જિલ્લામાં બેઠક થઈ શકે છે. હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પણ નરેશભાઈ સાથે મુલાકાત કરશે. આગામી પંદર તારીખ સુધીમાં નરેશભાઈ સાથે હાર્દિક બેઠક કરશે. બે પાટીદાર નેતાઓ અને મીટિંગને લઈને રાજ્યના રાજકીય આગેવાનો અને તમામની નજર છે. હાર્દિક પટેલની ભાજપમાં પ્રવેશની અટકળો વચ્ચે વધુ એક મોટા સમાચાર સમાચાર સામે આવ્યા છે.