રાજકારણઃ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે બુધવારે મોડી રાતે ધરપકડ કરી

આજે પણ લડી રહ્યો છું અને આવતીકાલે પણ લડીશ. કયા કેસમાં મને લઇ જવામાં આવે છે તેની મને જાણ નથી હજી, આસામ પોલીસે એફઆરઆઈની કોપી આપી નથી.
 
post t

અટલ સમાચાર, ડેસ્ક


વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે  બુધવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી છે. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારે મોડી રાતે 11.30 કલાકે ધરપકડ કરવામાં આવી છે. આ અંગે આસામ પોલીસે હજી કોઇ એફઆરઆઇ  આપી નથી. જેના કારણે કયા કેસમાં મેવાણીની ધરપકડ કરવામાં આવી છે તે જાણી શકાયુ નથી. પરંતુ મેવાણીએ કરેલી કેટલીક ટ્વિટને કારણે આ અટકાયત થઇ હોવાનું જાણવા મળી રહ્યુ છે.આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યુ હતુ કે, 'હું કાલે પણ લડતો હતો, આજે પણ લડી રહ્યો છું અને આવતીકાલે પણ લડીશ. કયા કેસમાં મને લઇ જવામાં આવે છે તેની મને જાણ નથી હજી, આસામ પોલીસે એફઆરઆઈની કોપી આપી નથી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

તેમણે વધુમાં જણાવ્યુ કે, મને એમ કહેવામાં આવ્યું કે, તમે ટ્વિટ કર્યુ છે તેના કારણે તમારી પર એફઆરઆઇ કરી છે. આવી એફઆરઆઈથી હું ડરવાનો નથી. જે રીતે ત્યાં આશાંતિનો માહોલ હતો તે અંગે મેં આ ટ્વિટમાં શાંતિની અપીલ કરી હતી.'બુધવારે જિજ્ઞેશને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રોડ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી વિમાનમાં આસામ લઈ જવામાં આવ્યા છે. જ્યાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા.