વડગામઃ જિજ્ઞેશ મેવાણીને જામીન મળ્યા, આસામ કોર્ટે આસામ પોલીસને કર્યા ધરપકડને લઈને સવાલો

સેશન્સ અદાલતે ગુવાહાટી હાઈકોર્ટને એ પણ આગ્રહ કર્યો કે, તે આસામ પોલીસને બોડી કેમેરા પહેરવા અને પોતાના વાહનોમાં સીસીટીવી લગાવવાના આદેશ આપે,
 
jignesh-mewani

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા છે. પરંતુ આસામની બારપેટા સેશન્સ કોર્ટે આસામ પોલીસ પર બીજીવાર ધરપકડના મુદ્દે સવાલો કર્યા હતા. કોર્ટે આસામ પોલીસ પર જિજ્ઞેશ મેવાણીને ફસાવ્યા હોવાનો ઉલ્લેખ કરીને સવાલો કર્યા હતા. કોર્ટે પોલીસને કહ્યુ કે, પોલીસે ધારાસભ્યને જાણીજોઈને ફસાવ્યા. આ પ્રકારની પોલીસની મનમાની અકટશે નહિ તો, આસામ રાજ્યે એક પોલીસ સ્ટેટ બની જશે. 

વડાપ્રધાન મોદી પર ટ્વીટ કરવાના કેસમાં આસામ કોકરાઝાર કોર્ટમાંથી જિજ્ઞેશ મેવાણીને જામીન મળ્યા હતા. પરંતુ તેના બાદ 25 એપ્રિલના રોજ ફરીથી આસામ પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારે આ મામલામાં આસામની બારપેટા કોર્ટે તેમને જમાનત આપતા આસામ પોલીસને સંદર્ભે આ ટિપ્પણી કરી હતી. 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ ઉપરાંત બારપેટા સેશન્સ કોર્ટે જિજ્ઞેશ મેવાણીને જામીન આપવાના આદેશમાં ગુહાવાટી હાઈકોર્ટને રાજ્યમા હાલના દિવસોમાં પોલીસ દ્વારા થતા શોષણની વિરુદ્ધ એક અરજી પર વિચાર કરવા પણ અનુરોધ કર્યો છે. સેશન્સ અદાલતે ગુવાહાટી હાઈકોર્ટને એ પણ આગ્રહ કર્યો કે, તે આસામ પોલીસને બોડી કેમેરા પહેરવા અને પોતાના વાહનોમાં સીસીટીવી લગાવવાના આદેશ આપે, જેથી કોઈ આરોપીને અટકાયતમાં લેવા જવાની તમામ ઘટનાઓનો રેકોર્ડ બની શકે. આ મામલે ન્યાયાધીશ અપરેશ ચક્રવર્તીએ કહ્યુ કે, મહિલાએ FIRમાં કંઈક અલગ કહ્યું છે અને મેજિસ્ટ્રેટની સામે એક અલગ નિવેદન આપ્યું છે. મહિલાના નિવેદનને ધ્યાનમાં રાખીને એવું લાગે છે કે જિજ્ઞેશ મેવાણીને લાંબો સમય કસ્ટડીમાં રાખવા માટે આ જાણીજોઈને ઊભી કરેલી ઘટના છે. જે કોર્ટની પ્રક્રિયા અને કાયદાનો દુરુપયોગ છે.