રાજકારણઃ વિધાનસભાની ચૂંટણી પહેલા આપનું ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર, જાણો વિગતે
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક

આગામી મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી  આવી રહી છે. ત્યારે ગુજરાત આપ  દ્વારા ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. આ ગુજરાત આપ  પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આપની પ્રેસ કોન્ફરન્સમાં સુરતની કામરેજ બેઠક પરથી રામ ધડુકનું નામ જાહેર કર્યું છે. આ સાથે રાજકોટ ગ્રામીણ પર વશરામભાઇ સોગઠિયાનું નામ જાહેર કર્યું છે.

ઇસુદાન ગઢવીએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ટૂંક સમયમાં આપ પાર્ટી ચૂંટણી માટે ઉમેદવારોનું બીજું લિસ્ટ પણ જાહેર કરશે.

બેઠક    ઉમેદવારનું નામ
બેચરાજી    સાગર રબારી
રાજકોટ ગ્રામીણ    વશરામભાઇ સોગઠિયા
કામરેજ (સુરત)    રામ ધડુક
નરોડા      ઓમપ્રકાશ તિવારી
 બારડોલી     રાજેન્દ્ર સોલંકી
 દક્ષિણ રાજકોટ     શિવલાલ બારસિયા
દિઓદર    ભેમાભાઇ ચૌધરી
સોમનાથ    જગમલવાલા
છોટા ઉદેપુર    અર્જુન રાઠવા
રાજકોટ (દક્ષિણ )    શિવલાલ બારસિયા
ગરીયાધાર     સુધીર વાઘાણી


નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.