બ્રેકિંગ@રાધનપુર: પાલિકાની ચાલુ સભામાં મહિલાઓ દોડી આવી, હાય-હાયના નારા

અટલ સમાચાર, પાટણ રાધનપુર પાલિકાની આજે મળેલી સામાન્ય સભા દરમ્યાન જોરદાર હોબાળો મચી ગયાનું સામે આવ્યુ છે. રસ્તા-ગટર અને પાણીની સમસ્યાને લઇ નગરજનો મહિલાઓ સાથે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. એકતરફ સભા ચાલુ હતી ત્યારે મહિલાઓએ રાધનપુર પાલિકા હાય-હાયના નારા લગાવ્યા હતા. આ દરમ્યાન સભામાં ગાબડું પડતાં કારોબારી ચેરમેન સહિતના સભાખંડમાંથી બહાર દોડી આવી શાંતિ
 
બ્રેકિંગ@રાધનપુર: પાલિકાની ચાલુ સભામાં મહિલાઓ દોડી આવી, હાય-હાયના નારા

અટલ સમાચાર, પાટણ

રાધનપુર પાલિકાની આજે મળેલી સામાન્ય સભા દરમ્યાન જોરદાર હોબાળો મચી ગયાનું સામે આવ્યુ છે. રસ્તા-ગટર અને પાણીની સમસ્યાને લઇ નગરજનો મહિલાઓ સાથે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. એકતરફ સભા ચાલુ હતી ત્યારે મહિલાઓએ રાધનપુર પાલિકા હાય-હાયના નારા લગાવ્યા હતા. આ દરમ્યાન સભામાં ગાબડું પડતાં કારોબારી ચેરમેન સહિતના સભાખંડમાંથી બહાર દોડી આવી શાંતિ રાખવા સમજાવ્યા હતા. ઘટનાને પગલે પાલિકાના સત્તાધિશો પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયા હોવાની સ્થિતિ ઉભી થઇ છે.

બ્રેકિંગ@રાધનપુર: પાલિકાની ચાલુ સભામાં મહિલાઓ દોડી આવી, હાય-હાયના નારા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકામાં આજે કોંગ્રેસી સત્તાધિશો સહિતના નગરજનોએ સામાન્ય સભા બોલાવી હતી. શહેરને લગતા અનેક કામો મુદ્દે ચર્ચાનો દોર ચાલુ હતો ત્યારે, ભયંકર હોબાળો શરૂ થયો હતો. મહિલાઓએ મોટી સંખ્યામાં પાલિકાના સભાખંડ સુધી ધસી આવી હંગામો મચાવ્યો હતો. રાધનપુર પાલિકા હાય-હાયના નારા મોટા સ્વરમાં લગાવ્યા દરમ્યાન સત્તાધિશો અવાજ સાંભળી ચોંકી ગયા હતા. આ દરમ્યાન કારોબારી ચેરમેન કાનજી પરમાર સહિતના સભાખંડની બહાર આવ્યા ત્યારે મહિલાઓનું ટોળું જોઇ સમજાવટમાં લાગ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર શહેરના ગ્રીનપાર્ક વિસ્તારની મહિલાઓ છેલ્લા કેટલાક સમયથી રસ્તા-ગટર-સ્વચ્છતા અને પિવાનું શુધ્ધ પાણીના મુદ્દે હાલાકીનો સામનો કરી રહી છે. આથી કંટાળીને સામાન્ય સભા દરમ્યાન સમસ્યા સામે રોષ વ્યક્ત કરવા દોડી આવ્યા હતા. ઘટનાને પગલે પાલિકાના ભાજપી નગરસેવક અંકુર જોશીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના નગરસેવકો સત્તામાં આવ્યા ત્યારથી શહેરમાં પ્રાથમિક વ્યવસ્થાઓ જાળવવામાં નિષ્ફળ ગયા છે. નગરજનોને જરૂરી સુવિધાઓ આપી શકતા ન હોય તો રાજીનામાની પણ માંગણી કરી છે.

બ્રેકિંગ@રાધનપુર: પાલિકાની ચાલુ સભામાં મહિલાઓ દોડી આવી, હાય-હાયના નારા