ગંભીર@મહેસાણા: કોરોના કાળમાં શહેરના બિલાડી બાગની માવજત વિસરાઇ ?

ગંભીર@મહેસાણા: કોરોના કાળમાં શહેરના બિલાડી બાગની માવજત વિસરાઇ ?

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણાની મધ્યમાં આવેલા મહાત્માગાંધી બાગ એટલે કે બિલાડીબાગની હાલની સ્થિતિને લઇ નગરજનોમાં નારાજગી જોવા મળી રહી છે. મહેસાણા પાલિકામાં તાજેતરમાં જ થયેલા સત્તાપલટાની વચ્ચે આજે બિલાડીબાગના દ્રશ્યો ચોંકાવનારા બન્યા છે. બિલાડીબાગની રેગ્યુલર સફાઇ થતી ન હોવાના આક્ષેપો વચ્ચે પાલિકા દ્રારા આ બગીચાની માવજતમાં કોઇ કચાશ ન રખાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@મહેસાણા: કોરોના કાળમાં શહેરના બિલાડી બાગની માવજત વિસરાઇ ?

મહેસાણા શહેરના જીલ્લા પંચાયતની નજીક આવેલા બિલાડીબાગમાં અગાઉ પાલિકા દ્રારા સરાહનિય કાર્ય કરવામાં આવ્યુ હતુ. જેમાં ગાર્ડનમાં જીમના સાધનો, બાળ ક્રીડાંગણ માટે રાઈડ, સ્કેટીંગ, ટેનિસ કોર્ટ, વોલીબોલ, ઠંડા RO પાણીનું કુલર, 50 જેવા લાઈટના પોલ તેના પર મ્યુઝિક સિસ્ટમના સ્પીકર, ટેકવાંડો ગ્રાઉન્ડ, વૃધ્ધોને બેસવા ગજીપો, વોક-વે, એક્યુપ્રેશર સ્ટ્રીટ, રનિંગ સ્ટ્રીટ, પાર્કિંગ, લેડીઝ જેન્ટ્સ-ટોયલેટ સહિતની સુવિધા ઉભી કરાઇ હતી. જોકે વર્તમાન કોરોના મહામારી વચ્ચે જાણે બગીચો વિસરાઇ ગયો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

ગંભીર@મહેસાણા: કોરોના કાળમાં શહેરના બિલાડી બાગની માવજત વિસરાઇ ?

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં પાલિકામાં થયેલા સત્તાપલટો અને હાલની સ્થિતિ વચ્ચે બગીચાની સાફ-સફાઇ અત્યંત જરૂરી છે. જોકે સ્થાનિકો સહિત નગરજનોમાં ભૂગર્ભ ગટરના 2 નાના તળાવ બનવા , એક્યુપંચર સ્ટ્રીટ અને સ્કેટીંગ રિંગનું ખોદાણ, અમુક લાઈટો બંધ, મ્યુઝિક સિસ્ટમ શોભાનો ગાંઠીયો બની, ઢીંચણ સમા ઘાસ, વધારાના ઝાડ-પાનનું કપાત અને રેગ્યુલર સફાઈ થતી ન હોવાના પ્રશ્નોનું સમાધાન લાવવા લોકમાંગ ઉભી થઇ છે. આ તરફ કોંગ્રેસી નગરસેવક જયદિપસિંહ ડાભીએ અનેક સવાલો ઉભા કર્યા છે.

ગંભીર@મહેસાણા: કોરોના કાળમાં શહેરના બિલાડી બાગની માવજત વિસરાઇ ?