પત્રકારપરિષદ@BJP: પ્રવક્તા નરસિમ્હારાવ ઉપર જુતુ ફેંકતા દોડધામ

અટલ સમાચાર,ડેસ્ક ગુરૂવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીજેપીના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા પર બૂટ ફેંકીને હુમલો કરવામાં આવ્યો છે. નરસિમ્હા રાવ અને જિતેન્દ્ર તોમર પર જુતુ ફેકવામાં આવ્યું છે. સાધ્વી પ્રજ્ઞા ઉપર બીજેપી હેટક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. બૂટ ફેંકનારને તરત સુરક્ષા કર્મીઓએ પકડી લીધો હતો. બીજેપીએ આ ઘટનાની ટિકા
 
પત્રકારપરિષદ@BJP: પ્રવક્તા નરસિમ્હારાવ ઉપર જુતુ ફેંકતા દોડધામ

અટલ સમાચાર,ડેસ્ક

ગુરૂવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીજેપીના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા પર બૂટ ફેંકીને હુમલો કરવામાં આવ્યો છે. નરસિમ્હા રાવ અને જિતેન્દ્ર તોમર પર જુતુ ફેકવામાં આવ્યું છે. સાધ્વી પ્રજ્ઞા ઉપર બીજેપી હેટક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. બૂટ ફેંકનારને તરત સુરક્ષા કર્મીઓએ પકડી લીધો હતો. બીજેપીએ આ ઘટનાની ટિકા કરતા કહ્યું હતું કે આ ઘણી દુખદ અને નીંદનીય છે.

BJP નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર બૂટ ફેંકનાર આરોપી વ્યક્તિ પાસે મળેલા વિઝીટિંગ કાર્ડ પર તેનું નામ શક્તિ ભાર્ગવ લખેલું છે. પોલીસ આ વ્યક્તિની પુછપરછ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે કાનપુરનો રહેવાસી છે. આ ઘટના પછી સવાલ થઈ રહ્યો છે કે જો આ વ્યક્તિ બીજેપીનો કાર્યકર્તા કે મીડિયા પર્સન નથી તો તે સ્ટેજ સુધી કેવી રીતે પહોંચ્યો. બૂટ ફેંકવાની ઘટના પછી બીજેપી પ્રવક્તા રાવ એકદમ સંયમિત જોવા મળ્યા હતા તેમણે કોઈ પ્રતિક્રીયા આપી ન હતી. રાવે પોતાની વાત આગળ ચાલું રાખી હતી.