લોકસભા@બનાસકાંઠા: BJPના પુર્વ ધારાસભ્ય વસંત ભટોળ કોંગ્રેસમાં જોડાયા

અટલ સમાચાર,પાલનપુર લોકસભા ચુંટણીના ફોર્મ ભરવાનો ગુરૂવારે છેલ્લો દિવસ છે. ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસ સીટ ઉપર પરથી ભટોળ ફોર્મ ભરશે તેવું લગભગ નકકી છે. તો ગુરૂવારે તેમના પુત્ર અને ભાજપના દાંતા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય વસંત ભટોળ રાજીનામું આપી 5000થી પણ વધુ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. વસંત ભટો નું રાજીનામું આપવા પાછળ એવું કારણ અપાઇ રહ્યું
 
લોકસભા@બનાસકાંઠા: BJPના પુર્વ ધારાસભ્ય વસંત ભટોળ કોંગ્રેસમાં જોડાયા

અટલ સમાચાર,પાલનપુર

લોકસભા ચુંટણીના ફોર્મ ભરવાનો ગુરૂવારે છેલ્લો દિવસ છે. ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસ સીટ ઉપર પરથી ભટોળ ફોર્મ ભરશે તેવું લગભગ નકકી છે. તો ગુરૂવારે તેમના પુત્ર અને ભાજપના દાંતા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય વસંત ભટોળ રાજીનામું આપી 5000થી પણ વધુ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. વસંત ભટો નું રાજીનામું આપવા પાછળ એવું કારણ અપાઇ રહ્યું છે કે શંકર ચૌધરીનો વ્યક્તિવાદ ભાજપનું બનાસકાંઠામાંથી નિકંદન કાઢી રહ્યો છે.

વસંત ભટોળનું કહેવું છે કે ભાજપમાં બનાસકાંઠામાં માત્ર એક જ વ્યક્તિ શંકર ચૌધરીના નિર્ણયો સ્વીકારાય છે. જેથી જિલ્લામાં ભાજપે વર્ષ 2017ની ચૂંટણીઓમાં કોંગ્રેસ સામે હાર જોવી પડી હતી. વસંત ભટોળ ધારાસભ્ય રહ્યા બાદ બીજી વખત ભાજપે તેમની ટિકિટ કાપી હતી.

ભાજપે કેન્દ્રીય પ્રધાનની ટિકિટ કાપીને રૂપાણી સરકારના સિંચાઈ પ્રધાન પરબત પટેલને લોકસભામાં ટિકિટ આપી છે. તે પરથી ભટોળ માગી રહ્યાં હતા. પણ કહેવાય છે કે શંકર ચૌધરીએ તેમને ટિકિટ આપવા દીધી ન હતી. તેથી તેઓ કોંગ્રેસમાં પક્ષાંતર કરીને હવે તેઓ કોંગ્રેસના ઉમેદવાર છે. બનાસ ડેરીના પૂર્વ ચેરમેન અને ગાંધીવાદી નેતા પરથી ભટોળ શંકર ચૌધરી સામે સતત લડતા રહ્યાં હતા. તેમનો આરોપ છે કે બનાસ ડેરીને આર્થિક રીતે શંકર ચૌધરીએ પાયમાલ કરી દીધી છે. કરોડો રૂપિયાના દૂધના કૌભાંડો પણ બહાર આવ્યા છે.