ખાતર કૌભાંડ અને દલિત અત્યાચાર મુદ્દે વિપક્ષ આક્રમક, સત્તાપક્ષ પ્રચારમાં વ્યસ્ત
અટલ સમાચાર,મહેસાણા રાજયમાં એકબાજુ ખાતર કૌભાંડ અને દલિતો પાર વધતા જતા અત્યાચારને લઇ સરકાર ભીંસમાં છે. ખાતર કૌભાંડ અને દલિત અત્યાચારને લઇ વિપક્ષ આક્રમક સ્થિતિમાં છે. તો એનાથી ઉલટુ સત્તાપક્ષ ભાજપના નેતાઓ ચુંટણી પ્રચારમાં ગુજરાત બહાર છે. ગુજરાતમાં દલિત અત્યાચાર અને ખાતરકાંડની ગુંજ વચ્ચે લોકસભા ચુંટણીને લઇ ભાજપના નેતાઓ ગુજરાત બહાર પ્રચારમાં છે. જેમાં સીએમ
May 14, 2019, 12:23 IST

અટલ સમાચાર,મહેસાણા
રાજયમાં એકબાજુ ખાતર કૌભાંડ અને દલિતો પાર વધતા જતા અત્યાચારને લઇ સરકાર ભીંસમાં છે. ખાતર કૌભાંડ અને દલિત અત્યાચારને લઇ વિપક્ષ આક્રમક સ્થિતિમાં છે. તો એનાથી ઉલટુ સત્તાપક્ષ ભાજપના નેતાઓ ચુંટણી પ્રચારમાં ગુજરાત બહાર છે.
ગુજરાતમાં દલિત અત્યાચાર અને ખાતરકાંડની ગુંજ વચ્ચે લોકસભા ચુંટણીને લઇ ભાજપના નેતાઓ ગુજરાત બહાર પ્રચારમાં છે. જેમાં સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી મધ્યપ્રદેશમાં સભા ગજવવાના છે. સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર મધ્યપ્રદેશમાં છે. દલિતના આગેવાન ગણાતા ભાજપના નેતાઓ આત્મારામ પરમાર, રમણલાલ વોરા અને હિતુ કનોડિયા પણ ગુજરાત બહાર પ્રચારમાં વ્યસ્ત છે. કૃષિ પ્રધાન આર.સી. ફળદુ પોતાના મત વિસ્તારમાં છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ઓરિસ્સામાં છે. આમ મોટાભાગના તમામ પ્રધાન ગાંધીનગર બહાર છે.