રાજકારણ@દેશ: PM મોદીએ વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ કોંગ્રેસને અભિનંદન,પછી શું કહ્યું જાણો
- કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ PM મોદીનું ટ્વીટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
- લોકોની આકાંક્ષા પૂર્ણ કરવા માટે મારી તેમને શુભકામના"
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર વડાપ્રધાન મોદીનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે.
પીએમએ કહ્યું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે મારી શુભકામનાઓ. તમને જણાવી દઈએ કે, કર્ણાટક ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને જેમાં કોંગ્રેસ જંગી બહુમતીથી આગળ વધી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે, હું આભાર માનવા માંગું છું કે, જેમણે ચૂંટણીમાં અમને સંમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, હું ભાજપના કાર્યકરોની મહેનતની સરાહના કરું છું અને આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ ઉત્સાહ સાથે કરીશું.
કોંગ્રેસે 103 બેઠકો પર જીત મેળવી છે અને 33 બેઠકો પર આગળ
ચૂંટણી પંચના તાજેતરના આંકડા અનુસાર કોંગ્રેસે 103 બેઠકો પર જીત મેળવી છે અને 33 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 50 બેઠકો જીતી છે અને 14 બેઠકો પર આગળ છે. કોંગ્રેસને અત્યાર સુધીમાં કુલ વોટ શેરના 43.11% મળ્યા છે તેમજ મતગણતરી ચાલી રહી છે.
પ્રજાનો વિશ્વાસ મેળવવામાં કોંગ્રેસ સફળ રહી
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાનો વિશ્વાસ મેળવવામાં કોંગ્રેસ સફળ રહી હોય તેવું પરિણામો પરથી લાગી રહ્યું છે. ચૂંટણી બાદ આજે વિધાનસભાની બેઠકોનું પરિણામ આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસ બહુમતી તરફ આગળ હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકમાં સરકાર હોવા છતાં પણ બીજેપી હારી રહી છે છતાં જનતાની નજરમાં ભાજપનો દબદબો અકબંધ રહ્યો છે. કારણ કે ભાજપની હાર છતાં પોતાના મતની ટકાવારીમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી.
મતની ટકાવારી 35.7 ટકા
ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પર નજર કરીએ તો 2023ના ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના મતની ટકાવારી 35.7 ટકા છે. જ્યારે પાંચ વર્ષ અગાઉ એટલે કે 2018 માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મત 36.2 ટકા રહ્યા હતા. આવી સ્થિતિમાં આ વખતે ભાજપે માત્ર એક ટકા જેટલા મત ગુમાવ્યા છે જે નહિવત ગણાય છે.
2023ની ચૂંટણીમાં પક્ષના મતની ટકાવારી
કોંગ્રેસ 43.1%
બીજેપી 35.86%
જનતા દળ 13.25%
આમ આદમી પાર્ટી 0.58%
બસપા 0.29 %
એઆઇએમઆઇએમ 0.02 %
સીપીઆઈ 0.02 %
Source: ECI
જીડીએસ ફક્ત 21 બેઠકો સમેટાઈ
2023 માં જેડીએસના ખાતામાં બેઠકો પણ ઓછી થઈ છે અને મતની ટકાવારીમાં મોટો કડાકો નોંધાયો છે. 7 ટકાના ઘટાડા સાથે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 2018માં જેડીએસએ 200 બેઠકમાંથી 27 બેઠક જીતી હતી. જેની ટકાવારી 20.61 હતી જ્યારે આ વખતે જીડીએસ ફક્ત 21 બેઠકો સમેટાઈ છે અને મત 13.3 ટકા જ થયા છે.
2018 ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પક્ષના મતની ટકાવારી
કોંગ્રેસ 38.4 %
બીજેપી 36.2%
જનતા દળ 18.36%
આમ આદમી પાર્ટી 0.06 %બસપા 0.30 %
સીપીઆઈ 0.01 %
સપા 0.03 %
Source: ECI
ફરી સતાપર આવવા ભાજપે અનેક વચનો આપ્યા અને ખૂબ મહેનત કરી હતી છતાં વિવિધ ચૂંટણીના વચનો અને સત્તા હોવા છતાં ભાજપ તેના મતની ટકાવારીમા ખાસ વધારો કરી શક્યો નથી. સામે પક્ષે મતની ટકાવારીમાં મોટું નુકસાન પણ થયું નથી પરંતુ સીટો મોટે પાયે ખોવાય છે.