રાજકારણ: મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં સપા-બસપાનું ગઠબંધન

અટલ સમાચાર, ડેસ્ક સપાના અખિલેશ યાદવ અને બસપાના માયાવતીએ એક સંયુક્ત પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરી માહિતી આપી હતી કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ સાથે મળી લોકસભા ચૂંટણી લડશે. ગઠબંધન હેઠળ મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી માત્ર ત્રણ સીટો- બાલાઘાટ, ટીમકગઢ અને ખજુરાહો સીટ પર ચૂંટણી લડશે. બાકી તમામ સીટો
 
રાજકારણ: મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં સપા-બસપાનું ગઠબંધન

અટલ સમાચાર, ડેસ્ક

સપાના અખિલેશ યાદવ અને બસપાના માયાવતીએ એક સંયુક્ત પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરી માહિતી આપી હતી કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ સાથે મળી લોકસભા ચૂંટણી લડશે.
ગઠબંધન હેઠળ મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી માત્ર ત્રણ સીટો- બાલાઘાટ, ટીમકગઢ અને ખજુરાહો સીટ પર ચૂંટણી લડશે. બાકી તમામ સીટો પર બસપાના ઉમેદવાર મેદાનમાં હશે. બીજી તરફ, ઉત્તરાખંડમાં સપાના ખાતામાં એક સીટ ગઈ છે. ગઠબંધન હેઠળ સપા ગઢવાલ (પૌડી) લોકસભા સીટથી ચૂંટણી લડશે. બાકી ચાર સીટો પર બસપા ઉમેદવાર મેદાનમાં હશે.

રાજકારણ: મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં સપા-બસપાનું ગઠબંધન રાજકારણ: મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં સપા-બસપાનું ગઠબંધન
નોંધનીય છે કે, હાલમાં જ યોજાયેલી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી એક સીટ અને બહુજન સમાજ પાર્ટીએ બે સીટ પર જીત મેળવી હતી. વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓ અલગ-અલગ લડી હતી. અનેક સીટો પર સપા-બસપા ઉમેદવારોએ કોંગ્રેસના ગણિતને ખરાબ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે મધ્ય પ્રદેશમાં બંને પાર્ટીઓ કોંગ્રેસને સમર્થન આપ્યું છે, પરંતુ લોકસભા ચૂંટણી માટે રચાનારા ગઠબંધનમાં કોંગ્રેસને દૂર જ રાખવામાં આવી છે.