ધારાસભ્યમાં હાર્યા બાદ શંકર ચાૈધરી આર્થિક સત્તામાં વધારો કરી રહ્યા છે?

અટલ સમાચાર, મહેસાણા
બનાસકાંઠાની વાવ બેઠક પર પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચાૈધરીની હાર થયા બાદ ભાજપના આગેવાન રહ્યા એવું નથી. મંત્રીપદ દરમિયાન કબજે કરેલી ડેરી અને મેડિકલ કોલેજ ઊભી કરવાની ગતિવિધિ શરુ કરી હતી. શંકર ચાૈધરી ધારાસભ્ય કે મંત્રી નહિ હોવાછતાં બનાસકાંઠા જિલ્લામાં શાસન ચલાવી રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડના આશીર્વાદ કહો કે બુદ્ધિક્ષમતા પરંતુ રાજકીયસત્તા નહિ મળતા આર્થિક સત્તા ભોગવી રહ્યા છે.
શંકર ચાૈધરીએ યેનકેન પ્રકારે ગત વિધાનસભા ચુંટણી અગાઉ બનાસડેરી અને બનાસબેંકના ચેરમેન બની ગયા છે. આ પછી બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ લાવી તેની અધ્યક્ષતા પણ બનાસડેરીને અપાવી છે. આથી ત્રણેય આર્થિક-સામાજીક-શૈક્ષણિક સ્તર ઉપર શંકર ચાૈધરીનો સીધેસીધો કબજો આવી ગયો છે.
વાવ બેઠક ઉપર ધારાસભ્યની ચુંટણી હારવા છતાં બનાસકાંઠા જિલ્લામાં સાૈથી વધુ નાગરિકો કવર કરતા આર્થિક એકમો ઉપર સત્તા જાળવી રાખી છે. આ દરમિયાન બનાસડેરીને આંગણવાડીમાં અપાતો ફૂડ પેકેટનો કોન્ટ્રાક્ટ અપાવી આર્થિક સત્તામાં વધુ એકનો ઉમેરો કર્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે શંકર ચાૈધરી ભલે મંત્રી નથી પરંતુ ભાજપ માટે અને સ્થાનિક નાગરિકો માટે પોતાની જરુરિયાત હોવાનું જાળવી રાખ્યું છે.
બનાસડેરી, બનાસ બેંક, બનાસ મેડિકલ કોલેજ સહિતના એકમોના સર્વેસર્વા બનવામાં શંકર ચાૈધરીને ભાજપ હાઈકમાન્ડનો સહકાર મળ્યો હતો. આથી શંકર ચાૈધરી પણ આગામી લોકસભા ચુંટણીમાં રાજકીય સાથે-સાથે ભાજપને આર્થિક રીતે મદદરુપ થઈ ફંડ પુરુ પાડી શકે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.