વારાણસી: ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જાહેરમાં મારામારી

અટલ સમાચાર,ડેસ્ક
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રામનગર શાસ્ત્રી વિસ્તારમાં પહોચ્યા હતા. જયાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ અંદર અંદર જ લડી પડ્યા હતા. બંને પક્ષો વચ્ચે ભારે ધક્કા-મુક્કી થઇ હતી અને છૂટાહાથની મારા મારી પણ થઇ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પ્રિયંકા ગાંધી વારાણસીના રામનગર શાસ્ત્રી વિસ્તારમાં પહોંચી ત્યારે ભાજપના કેટલાંક કાર્યકર્તાઓએ તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોદી-મોદીના નારા લગાવ્યા હતાં. ત્યારે જ કોંગ્રેસે તેમનો વિરોધ કર્યો હતો.જે પછી વિવાદ વધતાં મારા-મારી શરૂ થઇ ગઈ હતી.
બુધવારે પ્રિયંકા ગાંધી વાડ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારણસીમાં પહોંચી હતી. જ્યાં તેમણે ઘણાં મંદિરો અને ઘાટોની મુલાકાત લેશે. એટલું જ નહીં અહીં તે પુલવામા શહીદ જવાનોના ઘરની પણ મુલાકાત લેશે. પ્રિયંકા ગાંધી બુધવારે વારણસીના કોંગ્રેસ કાર્યાલય પર યોજાનારા હોળી મિલન કાર્યક્રમને રદ્દ કર્યો છે. જેમાં તેઓ બુધવારે બપોરે કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરવાના હતા. પરંતુ પુલાવા હુમલાના શહીદ જવાનોના શોકના કારણે પ્રિયંકાએ કાર્યક્રમ રદ્દ કર્યો છે.