રાજકારણ@કલકત્તા: હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાય સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા

 
ભાજપ

ગંગોપાધ્યાયે તેમના રાજીનામામાં હાઈકોર્ટમાંથી રાજીનામું આપવા માટે વ્યક્તિગત કારણો દર્શાવ્યા હતા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયધીશે બુધવારે એક પત્રકાર પરિષદમાં તેમણે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હું ભાજપમાં જોડાઈ રહ્યો છું, કારણ કે તે એક રાષ્ટ્રીય પાર્ટી છે.અગાઉના દિવસે અગ્નિમિત્રા પોલ, મહાસચિવ અને ધારાસભ્ય, સોલ્ટ લેક ખાતે ભૂતપૂર્વ ન્યાયાધીશના ઘરે ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષે મને રાજકારણમાં આવવા માટે પ્રેરણા આપી છે.

મંગળવારે સવારે, ગંગોપાધ્યાયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું પત્ર, સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ અને કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગ્નનમને તેની નકલો સાથે સોંપ્યું. ગંગોપાધ્યાય આગામી લોકસભા ચૂંટણીમાં બંગાળની તમલુક બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી શક્યતા છે. તમલુક સીટ અગાઉની ચૂંટણીઓમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ માટે ગઢ રહી છે, 2009 થી પક્ષ તેની પાસે છે.

ગંગોપાધ્યાયે, ટીએમસી સામેના તેમના ઇન્ટરવ્યુથી વિવાદ ઉભો કર્યો હતો અને સીટિંગ જજ તરીકે મીડિયા સાથે વાત કરવા બદલ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ તેમને ખેંચવામાં આવ્યા હતા. તેમણે ટીએમસી સરકાર વિરુદ્ધ અનેક ચુકાદા આપ્યા છે. એપ્રિલ 2023માં ટીએમસી નેતા અને સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને સંડોવતા શિક્ષક ભરતી કૌભાંડ તેમની બેંચને સોંપવામાં આવ્યું હતું.