રાજનીતિ@રાજસ્થાન: સોનિયા ગાંધી રાજ્યસભા સાંસદ બન્યાં, રાજસ્થાનમાંથી બિનહરીફ ચૂંટાયા

 
સોનિયા ગાંધી
સોનિયા ગાંધી અત્યાર સુધી યુપીની રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકસભા સાંસદ સોનિયા ગાંધી હવે રાજ્યસભા સાંસદ બન્યાં છે. મંગળવારે રાજસ્થાનમાંથી તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. રાજ્યસભા સાંસદ તરીકે તેમનો આ પહેલો કાર્યકાળ છે. આ પહેલા તેઓ 6 વાર સાંસદ રહી ચૂક્યાં છે.તેઓ રાજ્યસભામાં જતાં હવે તેમની આ બેઠક ખાલી પડી છે. રાજનીતિમાં ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડાવાનો કોંગ્રેસનો પ્લાન છે એટલે સોનિયા ગાંધીએ આ બેઠક ખાલી કરી હતી.

તેઓ 1999માં પહેલીવાર અમેઠીથી લોકસભા સાંસદ બન્યા હતા. અગાઉ રાજીવ ગાંધી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે, 2004માં રાહુલ ગાંધી આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તેઓ અગાઉ દક્ષિણ ભારતમાંથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. ગાંધી પરિવારમાંથી રાહુલ અને સોનિયા પહેલા ઈન્દિરાએ દક્ષિણ ભારતમાં ચૂંટણી લડી હતી. જો કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યમાંથી રાજ્યસભામાં ગયા નથી.