MYSC ફાઉન્ડેશન અને સંકલ્પ પાટણ દ્વારા “પ્રદુષણ મુકત પાટણ” સાયકલ યાત્રા યોજાશે

અટલ સમાચાર,પ્રિયકાન્ત શ્રીમાળી પાટણ જીલ્લાને પ્રદુષણથી મુકત કરાવવા અને વીરમાયા સંકુલને પ્રવાસન સ્થળ તરીકે વિકસે તેવી જનજાગૃતિના સંકલ્પ સાથે MYSC ફાઉન્ડેશન અને સંકલ્પ પાટણ તથા પાટણ એન્જીનીયર એસોસીએશનના સહયોગથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સાયકલ યાત્રાનું પ્રસ્થાન આગામી ૧૦ ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે ૮ કલાકે કૃષ્ણા ડીઝાઇનિંગ(રવેટા હોટલની પાસે) લીલીવાડીથી કે.સી.પટેલ (મહામંત્રી,ગુજરાત પ્રદેશ,ભાજપ)
 
MYSC ફાઉન્ડેશન અને સંકલ્પ પાટણ દ્વારા “પ્રદુષણ મુકત પાટણ” સાયકલ યાત્રા યોજાશે

અટલ સમાચાર,પ્રિયકાન્ત શ્રીમાળી 

પાટણ જીલ્લાને પ્રદુષણથી મુકત કરાવવા અને વીરમાયા સંકુલને પ્રવાસન સ્થળ તરીકે વિકસે તેવી જનજાગૃતિના સંકલ્પ સાથે MYSC ફાઉન્ડેશન અને સંકલ્પ પાટણ તથા પાટણ એન્જીનીયર એસોસીએશનના સહયોગથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ સાયકલ યાત્રાનું પ્રસ્થાન આગામી ૧૦ ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે ૮ કલાકે કૃષ્ણા ડીઝાઇનિંગ(રવેટા હોટલની પાસે) લીલીવાડીથી કે.સી.પટેલ (મહામંત્રી,ગુજરાત પ્રદેશ,ભાજપ) કરાવશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાટણ જીલ્લા કલેકટર આનંદ પટેલ અને જીલ્લા પોલીસ અધિક્ષક શોભાબેન ભુતડા ઉપસ્થિત રહેશે.