પ્રદુષણ@પાટણ: યુધ્ધના ધોરણે ગામેગામ બની પર્યાવરણ બચાવો સમિતિ

અટલ સમાચાર,પાટણ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકામાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલની મોટી ફેકટરી ઉભી થવાની સંભાવના છે. જેની જાણ આજુબાજુના ગામ લોકોને થતા બેઠકો કરી ફેકટરી બનતી રોકવા મથામણ કરી છે. મોટાભાગના ગામોના સરપંચ અને સામાજીક કાર્યકરોએ તંત્રને આવેદનપત્ર આપી યુધ્ધના ધોરણે પર્યાવરણ બચાવો સમિતિ બનાવી રહયા છે. પ્રદુષણ બોર્ડની આગામી બેઠકમાં કચરાની ફેકટરીનું ભવિષ્ય
 
પ્રદુષણ@પાટણ: યુધ્ધના ધોરણે ગામેગામ બની પર્યાવરણ બચાવો સમિતિ

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકામાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલની મોટી ફેકટરી ઉભી થવાની સંભાવના છે. જેની જાણ આજુબાજુના ગામ લોકોને થતા બેઠકો કરી ફેકટરી બનતી રોકવા મથામણ કરી છે. મોટાભાગના ગામોના સરપંચ અને સામાજીક કાર્યકરોએ તંત્રને આવેદનપત્ર આપી યુધ્ધના ધોરણે પર્યાવરણ બચાવો સમિતિ બનાવી રહયા છે. પ્રદુષણ બોર્ડની આગામી બેઠકમાં કચરાની ફેકટરીનું ભવિષ્ય નકકી થશે.

ચાણસ્મા તાલુકાના ઝીલીયાવાસણા અને જસલપુર ગામની સીમ નજીક સરેરાશ ૮૦ વિઘા જમીનમાં કચરા નિકાલની ફેકટરી ઉભી કરવા ગતિવિધિ થઇ રહી છે. સરેરાશ ૮ લાખ ટન ઘન અને પ્રવાહી કચરાનો નિકાલ કરી બાયપ્રોડકટ ઉભી કરવા તૈયારી શરૂ થતા ગામલોકો ગુસ્સે ભરાયા છે. આજુબાજુના ગામલોકો સાથે સરપંચોએ બેઠક કરી પંથકમાં પ્રદુષણ અટકાવવા તજવીજ હાથ ધરી છે.

શરૂઆતમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડે જાહેર નોટીસ કાઢી વાંધા લેવાની સૂચના આપી હતી. જોકે લોકસભા ચુંટણી હોવાથી પ્રદૂષણ બોર્ડે આગામી ૧૧ જૂને નોટીસ કાઢી વાંધા સ્વિકારવાનું કહેતા સરપંચોએ તાત્કાલિક અસરથી ગામેગામ પર્યાવરણ બચાવો સમિતિ ઉભી કરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગામલોકો કોઇપણ સંજોગોમાં પોતાના વિસ્તારોમાં કચરાની ફેકટરી ઇચ્છતા નથી ત્યારે સંપાદિત થનાર જમીન સંબંધિત માલિકો હરકતમાં આવ્યા છે.