પ્રદુષણ@યાત્રાધામ: બેચરાજીને રોગચાળામાં ધકેલતી સુઝુકી, પ્રશાસનને અંધાપો?

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) અમદાવાદ જિલ્લાની ગંદકી મહેસાણા જિલ્લામાં ફેલાવાઈ રહી છે, હવા,પાણી અને આરોગ્યને ગંભીર અસર, ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગનું કુણુવલણ અમદાવાદ જિલ્લાના હાંસલપુર ગામમાં આવેલી સુઝુકી કંપની દ્વારા મહેસાણાના બહુચરાજી યાત્રાધામમાં અઢળક કચરો તેમજ એંઠવાડ નાખવામાં આવી રહ્યો છે. તેના કારણે યાત્રાધામ બહુચરાજી અત્યારે ગંદકીથી ખદબદી ઉઠ્યું છે. બહુચરાજીના 1 કિમી વિસ્તારમાં
 
પ્રદુષણ@યાત્રાધામ: બેચરાજીને રોગચાળામાં ધકેલતી સુઝુકી, પ્રશાસનને અંધાપો?

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

અમદાવાદ જિલ્લાની ગંદકી મહેસાણા જિલ્લામાં ફેલાવાઈ રહી છે, હવા,પાણી અને આરોગ્યને ગંભીર અસર, ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગનું કુણુવલણ 

અમદાવાદ જિલ્લાના હાંસલપુર ગામમાં આવેલી સુઝુકી કંપની દ્વારા મહેસાણાના બહુચરાજી યાત્રાધામમાં અઢળક કચરો તેમજ એંઠવાડ નાખવામાં આવી રહ્યો છે. તેના કારણે યાત્રાધામ બહુચરાજી અત્યારે ગંદકીથી ખદબદી ઉઠ્યું છે. બહુચરાજીના 1 કિમી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં કંપનીઓની કેન્ટીંનમાં વધેલો એઠવાડ બહુચરાજી હારીજ રોડ ઉપર નાખવામાં આવતો હોવાથી પ્રજાના આરોગ્ય ઉપર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. જેની સામે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ હજુપણ મૂકપ્રેક્ષક બની બેઠી છે.

પ્રદુષણ@યાત્રાધામ: બેચરાજીને રોગચાળામાં ધકેલતી સુઝુકી, પ્રશાસનને અંધાપો?

Video- 1

હાંસલપુર મહેસાણા જિલ્લાના બેચરાજીને અડીને આવેલું અમદાવાદ જિલ્લાનું ગામ છે. અહીં સુઝુકી કંપનીએ મોટો પ્લાન્ટ નાખ્યો છે. જેમાં હજારો માણસો કામ કરતા હોવાથી તેમના માટે જમવાની સગવડ માટે કંપનીમાં કેન્ટીન છે. આથી વધેલો ખોરાક (એંઠવાડ) બેચરાજીથી હારીજ હાઇવે પર ખુલ્લા ખેતરોમાં ઠલવાઇ રહ્યો છે. જેના કારણે બહુચરાજી વિસ્તાર રોગગ્રસ્ત હાલતમાં ધકેલાઈ રહ્યો હોવાની તસવીરો સામે આવતા હડકંપ મચી ગયો છે.

Video- 2

ગંદકીથી નજીક 200થી 500 મીટરના વિસ્તારમાં બહુચરાજીના ઈન્દીરાનગર સોસાયટી, કનૈયાનગર સોસાયટી, સરકારી કોલેજ, પ્રાથમિક શાળા, આંગણવાડી જેવા સાર્વજનિક મકાનો આવેલા છે. જેની દરકાર કર્યા વિના બધુ પોતાનું હોય તેમ જાહેર જગ્યા ઉપર કંપની ગંદકી ફેલાવી રહી છે. આ ઉપરાંત બહુચરાજી પંથકનું બજાર હોઇ વર્ષે-દહાડે હજારો યાત્રાળુઓ, આજુબાજુના ગામડાઓના લોકો ખરીદી માટે, જ્યારે હારીજ હાઈવે ઉપરથી પસાર થઈ રહેલા હજારો વાહનચાલક-મુસાફરોના આરોગ્યને પણ હાનિ પહોંચે છે. પ્રસાશન સામે અહીંના લોકો દયનીય સ્થિતિમાં માંગ કરી રહ્યા છે કે, જેમ બને તેમ બેચરાજીને ગંદકીથી છૂટકારો મળે તેવા પગલાં ભરવામાં આવે.

પ્રદુષણ@યાત્રાધામ: બેચરાજીને રોગચાળામાં ધકેલતી સુઝુકી, પ્રશાસનને અંધાપો?

મુંગા પશુઓના પેટમાં પ્લાસ્ટીક

અટલ સમાચાર પોર્ટલે આ જગ્યાની મુલાકાત લીધી ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર જણાઈ આવી હતી. કંપનીમાંથી આવેલ માત્ર એંઠવાડરૂપી ગંદકી નહી પરંતુ જમીનને પણ પ્રદૂષિત કરતું પ્રતિબંધીત પ્લાસ્ટીક દેખાઈ આવે છે. જે મૂંગા પશુઓના પેટમાં જઈ રહ્યું છે. હવે આ દ્રશ્યો ઉપરથી નક્કી કરી શકાય કે આરોગ્યને વિપરીત અસર કરી શકે છે.

પ્રદુષણ@યાત્રાધામ: બેચરાજીને રોગચાળામાં ધકેલતી સુઝુકી, પ્રશાસનને અંધાપો?

પ્લાસ્ટીકમાં એંઠવાડથી ડબલ પ્રદૂષણ

ભારત અને ગુજરાત સરકાર પ્રદૂષણ મુક્ત ભારત બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે. જેની સામે સરાજાહેર પ્લાસ્ટીકની બેગોમાં એંઠવાડ અહીં ઠાલવવામાં આવી રહ્યો છે. જેથી આ કંપની સરકારને ખુલ્લો પડકાર ફેંકતી હોય તેમ લાગી રહ્યું છે.

પ્રદુષણ@યાત્રાધામ: બેચરાજીને રોગચાળામાં ધકેલતી સુઝુકી, પ્રશાસનને અંધાપો?

ગાડીઓ દ્વારા એંઠવાડ ભરી નાખવામાં આવે છે

નામ નહી આપવાની શરતે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બપોર બાદ અને રાત્રે લોકોની નજરમાં પકડાઈ ના જવાય તે રીતે ગાડીઓ ભરી પ્લાસ્ટીકની બેગોમાં એંઠવાડ ઠાલવી દેવાય છે. બાદમાં આ લોકો તુરંત જ અહીંથી સિફતપૂર્વક નીકળી જાય છે. રોજે-રોજના આ ઘટનાક્રમથી ગંદકી વધી રહી છે.

ધ્યાનમાં નથી પરંતુ આવું કંઈ હશે તો કડક પગલાં ભરાશેઃ તાલુકા હેલ્થ ઓફીસર

આ બાબતે અટલ સમાચાર પોર્ટલ દ્વારા બેચરાજી તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.સુહાગને ટેલિફોનમા વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કંપની ગંદકી કરી રહ્યાનું ધ્યાને નથી. કોઈએ હજુસુધી લેખિત કે મૌખિક જાણ કરી નથી. જોકે અમે તપાસ કરીશું અને ધ્યાને આવશે તો આ બાબતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય કે, છેલ્લા ઘણા સમયથી ગંદકી ફેલાવવામાં આવી રહી છે તેમછતાં તાલુકાની જવાબદારી લઈ બેઠેલા અધિકારીને હજુસુધી ધ્યાને આવ્યું નથી. લોકોની રજૂઆતની રાહ જોઈ બેઠા છે.

પ્રદુષણ@યાત્રાધામ: બેચરાજીને રોગચાળામાં ધકેલતી સુઝુકી, પ્રશાસનને અંધાપો?

અનેક વખત રજૂઆતો કરી છે: સરપંચ

આ બાબતે બેચરાજી ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગ પંડ્યાએ જણાવ્યું હતું કે, કંપનીની કેન્ટીનમાં તેના કર્મચારીઓ જમે છે. જેમાં વધેલો ખોરાક ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યામાં ઠલવાઈ રહ્યો છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરી છે. જોકે હજુસુધી કોઈ નિકાલ થયો નથી. આ માટે અમે બોર્ડ પણ લગાવ્યુ હતુ. તેમ છતાં ફેર પડયો નથી.

સ્થાનિક આગેવાનો ક્યાં ગયા ? : પ્રજાનો પ્રશ્ન

ઘણા સમયથી કંપની દ્વારા ફેલાવાતી ગંદકી અને પ્લાસ્ટીકથી બિમારી તેમજ વિસ્તારની જમીનમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આથી નાગરિકો જણાવી રહી છે કે, સ્થાનિક આગેવાનો, રાજકારણીઓ, સંસ્થાઓ આ બાબતે હજુસુધી આગળ આવી નથી. કંપનીની જોહુકમી સામે લાચાર બની બેઠા છે. ક્યાં સુધી આવું ચાલશે તેવા પ્રશ્નો ઉભા થયા છે.