આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્ય સરકારના નવીનત્તમ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સીટીઝન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેની લીંક http://gujhome.gujarat.gov.in/portal છે.આ સેવાઓ નાગરિકો ઇન્ટરનેટના માધ્યમથી ઘર બેઠા મેળવી શકાશે. જેમાં ૧૬ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં નોંધાયેલ એફ.આઇ.આરની માહિતી,નાગરિક પોતાની અરજી,ચોરાયેલ-ગુમ થયેલ મિલકતની અરજી તેમજ ગુમ થયેલ વ્યક્તિની અરજી પણ ઓનલાઇન આપી શકાશે.

જેમાં નાગરિકો સિનિયર સીટીઝનની નોંધણી અને ભાડૂઆતની નોંધણી કરાવી શકશે. આ સાથે ઓનલાઇન વાંધા પ્રમાણપત્ર અને પોલીસ ચકાસણીનું પ્રમાણપત્ર મેળવી શકાશે. પોર્ટલ દ્વારા ગુમ થયેલ વ્યક્તિની માહિતી,ચોરાયેલ તથા પાછી મેળવેલ મિલકતની માહિતી,ધરપકડ,વોન્ટેડ વ્યક્તિની માહિતી અને બિનવારસી લાશની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. સીટીઝન પોર્ટલ પર અરજદારની અરજી સબમીટ થયા બાદ યુનિક નંબર મળશે જેમાં ફરીયાદોનું ટ્રેકીંગ પણ કરી શકાશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code