પોરબંદરઃ બરડા ડુંગરમાં થયેલા ત્રિપલ મર્ડર, વન વિભાગના ગાર્ડે ઢાળી દીધા હતા

અટલ સમાચાર, ડેસ્ક ત્રણ લોકોની હત્યાના ગુનામાં પોલીસે વન વિભાગના જ એક ગાર્ડની ધરપકડ કરી છે. ગાર્ડે આયોજન પૂર્વક ત્રણેય લોકોને રજાના દિવસે દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવાના બહાને જંગલમાં લઈ જઇને એક પછી એકને પતાવી દીધા હતા. આ મામલે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી વન વિભાગનો
 
પોરબંદરઃ બરડા ડુંગરમાં થયેલા ત્રિપલ મર્ડર, વન વિભાગના ગાર્ડે ઢાળી દીધા હતા

અટલ સમાચાર, ડેસ્ક

 

ત્રણ લોકોની હત્યાના ગુનામાં પોલીસે વન વિભાગના જ એક ગાર્ડની ધરપકડ કરી છે. ગાર્ડે આયોજન પૂર્વક ત્રણેય લોકોને રજાના દિવસે દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવાના બહાને જંગલમાં લઈ જઇને એક પછી એકને પતાવી દીધા હતા. આ મામલે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી વન વિભાગનો ગાર્ડ એલ.ડી ઓડેદરા મૃતક હેતલ સોલંકી સાથે સંબંધ વધારવા માંગતો હતો. જોકે, આ વાતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એલસીબીના જણાવ્યા પ્રમાણે આરોપી લક્ષમણ દેવશીભાઈ ઓડેદરા અને હેતલબેન 2007ના વર્ષમાં સાથે નોકરી કરતા હતા. આ દરમિયાન બંને પરિચયમાં આવ્યા હતા. જે બાદમાં લક્ષણમણ હેતલબેન સાથે મિત્રતા આગળ વધારવા માંગતો હતો. આ અંગેની જાણ લક્ષમણની પત્નીને થઈ ગઈ હતી. આ કારણે આરોપી અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતાં. એટલું જ નહીં આરોપીની પત્ની અને મૃતક હેતલ સોલંકી વચ્ચે પણ ઝઘડા થયા હતા. 20 દિવસ પહેલા પણ મૃતક હેતલ અને આરોપીની પત્ની મંજુ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન હેતલે મંજુને ધમકી આપી હતી. મંજુએ આ અંગેની જાણ તેના પતિને કરતા લખમણે આ વાતનો ખાર રાખીને હેતલ અને તેના પતિ કિર્તીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે આરોપીએ બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની વાર્તા ઘડીને ત્રણેય લોકોને ત્યાં લઈ ગયો હતો.

દારૂની ભઠ્ઠીની વાત કરીને આરોપી ત્રણેય મૃતકોને બરડા ડુંગરમાં લઈ ગયો હતો. અહીં હેતલ ગાડીમાં જ રોકાઈ હતી. હેતલનો પતિ કિરીટ સોલંકી ઉર્ફ કિર્તી અને વન વિભાગનો રોજમદાર નાગાભાઈ દારૂની ભઠ્ઠી શોધવા માટે ગયા હતા. આ દરમિયાન તકનો લાભ લઈને આરોપી લક્ષમણે સૌ પહેલા હેતલના પતિ કિર્તીના માથામાં ગેડીયો ફટકારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદમાં નાગભાઈની આ જ રીતે હત્યા કરી હતી. બે લોકોની હત્યા કર્યા બાદ આરોપી હેતલ કારમાં રોકાઈ હતી તે તરફ ગયો હતો. આ દરમિયાન હેતલ ચાલીને સામે આવી રહી હતી. જે બાદમાં આરોપીએ હેતલના માથામાં પણ ગેડીયો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આખો ઘટનાક્રમ :

15મી ઓગસ્ટના રોજ બરડામાં ડુંગરમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની માહિતી બાદ પેટ્રોલિંગમાં ગયેલા મહિલા ગાર્ડ તેમના પતિ અને વન વિભાગના એક રોજમદાર ગુમ થઈ ગયા હતા. આ મામલે 16મી તારીખે મહિલા ગાર્ડના સસરાએ બગવદર પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. જે બાદમાં 17મી તારીખે ગુમ થયેલા ત્રણેય લોકોનો મૃતદેહ મળી આવ્યા હતા. સુરેન્દ્રનગરના સડલા ગામના યુવક કિરીટ રાઠોડના પિતાના જણાવ્યા પ્રમાણે તેમને બે દીકરામાંથી મોટો દીકરો ગાંધીધામમાં નોકરી કરે છે જ્યારે નાનો દીકરો કિરીટ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. તેમની પુત્રવધૂ ત્રણ વર્ષ પહેલા વન વિભાગમાં નોકરી પર લાગી હતી. 2013ના વર્ષમાં બંનેના લગ્ન થયા હતા. દીકરો અને વહુ 20 દિવસ પછી સીમંત માટે સડલા ગામ આવવાના હતા.