આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

પોશીના તાલુકાના ગુદીખાંણા ગામની સીમમાં મંગળવારે અચાનક દસ ફુટ લાંબો અજગર આવી જતા ભયનું વાતાવરણ સર્જાયુ હતુ. જોકે બાદમાં જીવદયા પ્રેમી રિયાજ મેમણ અને પોશીના નોર્મલ રેન્જના આર.એફ.ઓ. ટી.એચ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ વનવિભાગના કર્મચારીઓએ રેસ્કયુ કર્યુ હતુ. વનવિભાગે અજગરને પકડી જંગલ વિસ્તારમાં છોડી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકામાં આવેલ ગુદીખાંણા ગામની સીમમાં મંગળવારે સવારે અચાન અજગર આવતા લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. ગુદીખાંણાના અંગારી રજ્ણછોડભાઇ ગુજરાભાઇના ખેતરમાં અજગર આવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

સ્થાનિકોએ અંગે પોશીના જીવદયા પ્રેમી રિયાજ મેમણ અને પોશીના નોર્મલ રેન્જ ના આર.એફ.ઓ. ટી.એચ. ચાચૌધરીને જાણ કરી હતી. જેથી વનવિભાગના કર્મચારી પોતાની ટીમ સાથે સ્થળ ઉપર જઈ ભારે જહેમત બાદ ૧૦ ફુટ લાંબો અજગરની પકડી મામા પીપળાની નજીક આવેલ જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code