આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કોટડા ગામે માત્ર જમવા બાબતે બે ભાઈઓ વચ્ચે ઘર્ષણને પગલે ખૂની ખેલ ખેલાયો હતો. જમવામાં રોટલી આપવાની ચર્ચા દરમિયાન બબાલ થતાં ભાઈએ સગાંભાઈને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ છે.

સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશને ભાઇએ પોતાના ભાઈનું ખૂન કર્યાનો કેસ સામે આવ્યો છે. મરણ જનારના પુત્ર દેવાભાઈ મશરૂભાઈએ ફરિયાદ નોંધાવતા લખાવ્યું હતું કે, અમોએ ભાગીદારીમાં ઘઉં વાવેલા હતાં. જેથી ત્યાં પાણી વાળવા ગયેલા હતાં. આ દરમિયાન મારી બહેનનો ફોન આવ્યો કે ધરે મહેમાન આવ્યા છે.

ઘેર જમવા દરમિયાન મારા કાકા  નારણભાઈએ તેમના સગાભાઈ મશરૂભાઇને કહ્યું કે તું મને રોટલી કેમ નથી આપતો કહીને માથાંના ભાગે લાકડીનો ફટકો માર્યો હતો. જેથી મારા પિતા મશરૂભાઈ ઢળી પડ્યા હતાં. આથી 108ને બોલાવવામાં આવી હતી. જોકે તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

સમગ્ર મામલે તા.16/2/19ના રોજ ખેરોજ પોલીસ સ્ટેશને મરણ જનારના પુત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code