સત્તા@બેચરાજી: આગામી ચૂંટણીમાં પંથકના 44 ગામોમાં સરપંચ બિનઅનામત વર્ગના બની શકશે, જાહેરનામું આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે બેચરાજી તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં બેચરાજી તાલુકાના 2 મોટી ગ્રામ પંચાયતનું સુકાન આ વખતે મહિલાઓના હાથમાં આવશે. આ સાથે 27 બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે. આ તરફ 44 ગ્રામ પંચાયતોના સરપંચ પદ બિન અનામત વર્ગ માટે જાહેર કરાયા
 
સત્તા@બેચરાજી: આગામી ચૂંટણીમાં પંથકના 44 ગામોમાં સરપંચ બિનઅનામત વર્ગના બની શકશે, જાહેરનામું આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે બેચરાજી તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં બેચરાજી તાલુકાના 2 મોટી ગ્રામ પંચાયતનું સુકાન આ વખતે મહિલાઓના હાથમાં આવશે. આ સાથે 27 બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે. આ તરફ 44 ગ્રામ પંચાયતોના સરપંચ પદ બિન અનામત વર્ગ માટે જાહેર કરાયા છે. જેમાં મહિલાઓ માટે 25થી વધુ બેઠકોનો સમાવેશ થાય છે. વિગતો મુજબ આગામી ડિસેમ્બર તેમજ માર્ચ મહિનામાં બેચરાજી તાલુકાના ગ્રામ પંચાયતની મુદ્દત પુરી થઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના યાત્રાધામ બેચરાજી તાલુકાના 53 ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ તરફ રાજ્ય ચૂંટણી આયોજન અધિકારી વ જીલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ દ્રારા રોટેશન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં તાલુકાની સૌથી મોટી બેચરાજી અને મોઢેરા ગ્રામ પંચાયતનું સુકાન આ વખતે મહિલાઓના હાથમાં આવશે. આ સાથે કરણપુરા અને ગાંભુ-દેદરડા બેઠક અનુસૂચિત જાતિ સામાન્ય તેમજ ચંદ્રોડા અને છેટાશન વનપુર બેઠક અનુસૂચિત જાતિ મહિલા માટે જાહેર કરાઇ છે.

સત્તા@બેચરાજી: આગામી ચૂંટણીમાં પંથકના 44 ગામોમાં સરપંચ બિનઅનામત વર્ગના બની શકશે, જાહેરનામું આવ્યું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રોટેશન મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં ધનપુર અને ધારપુર ખાંટ સામાન્ય તેમજ દેલવાડા ખાંટ, દેથલી અને દેવગઢ ગ્રામ પંચાયત મહિલાને ફળવાઇ છે. જ્યારે બાકીની 44 ગ્રામ પંચાયતોના સરપંચ પદ બિન અનામત વર્ગ માટે જાહેર કરાયા છે. જેમાં મહિલાઓ માટે એદલા, અજબપુરા, આકબા, અંબાલા, આસજોલ, બરીયફ, બહુચરાજી, ભલગામડાં, ચડાસણા, ચાંદનકી, ડેડાના, દેલપુરા ખાંટ, ડોડીવાડા, ફિંચડી, ગણેશપુરા ગાંભુ, ગણેશપુરા કાલરી, ઇન્દ્રપ, જેતપુર, કાલરી, ખાંભેલ, મોઢેરા અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે.

સત્તા@બેચરાજી: આગામી ચૂંટણીમાં પંથકના 44 ગામોમાં સરપંચ બિનઅનામત વર્ગના બની શકશે, જાહેરનામું આવ્યું

આ તરફ બિન અનામત સામાન્ય માટે આદિવાડા, કનોડા, કકાસણા, કરણસાગર, મંડાલી, માત્રાસન, મોટપ, પોયડા, પ્રતાપગઢ, રણછોડપુરા, રણેલા, રાંતેજ, રૂપપુરા, સદુથલા, સાપાવાડા, શંખલપુર, સુજાનપુરા, સૂરજ, સુરપુરા, ઉદેલા, વનપુર, વેનપુરા અને વિજાપુરડા ગામનો સમાવેશ થાય છે.

સત્તા@બેચરાજી: આગામી ચૂંટણીમાં પંથકના 44 ગામોમાં સરપંચ બિનઅનામત વર્ગના બની શકશે, જાહેરનામું આવ્યું