પ્રજાપતિ સમાજ : ભાટવર ગામે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર, સુઇગામ આજરોજ તા.05/06/2019ને બુધવારના રોજ સુઈગામ પરગણા પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા ભાટવર મુકામે ઈનામ વિતરણ તેમજ સન્માન સમારોહનુ આયોજન યુવા પ્રમુખ મેઘરાજભાઈ, ઉપ પ્રમુખ ઓખાભાઈ, મંત્રી રાજેશભાઈ, સહમંત્રી, પ્રેમાભાઈ, સંગઠનમંત્રી, રમેશભાઈ પાડણ, સલાહકાર, રમેશભાઈ મેઘપુરા તથા સમગ્ર યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં સમાજના ધો.9થી 12ના તમામ વિદ્યાર્થીઓને સિલ્ડ, ફાઈલ, ચોપડા, બોલપેન
Jun 6, 2019, 16:55 IST

અટલ સમાચાર, સુઇગામ
આજરોજ તા.05/06/2019ને બુધવારના રોજ સુઈગામ પરગણા પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા ભાટવર મુકામે ઈનામ વિતરણ તેમજ સન્માન સમારોહનુ આયોજન યુવા પ્રમુખ મેઘરાજભાઈ, ઉપ પ્રમુખ ઓખાભાઈ, મંત્રી રાજેશભાઈ, સહમંત્રી, પ્રેમાભાઈ, સંગઠનમંત્રી, રમેશભાઈ પાડણ, સલાહકાર, રમેશભાઈ મેઘપુરા તથા સમગ્ર યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં સમાજના ધો.9થી 12ના તમામ વિદ્યાર્થીઓને સિલ્ડ, ફાઈલ, ચોપડા, બોલપેન તેમજ રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવા મા આવ્યા.
આપ્રસંગે ચાર પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સેધાભાઈ તથા મંત્રી માનાભાઈ તેમજ સમાજના આગેવાનો મહિલાઓ યુવાનો તેમજ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રમેશભાઈ મેઘપુરા તથા રાજેશભાઈ કોરેટી વાળાએ કર્યુ હતુ.