આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, થરાદ

થરાદ તાલુકાના ભુરીયા ગામે શેણલ માતાની સમસ્ત ભુરીયા ગામ દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ:-29/04/2019 ને સોમવારના રોજ પૂર્ણ થયો હતો, આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે શાસ્ત્રીઓએ વૈદિક મંત્રોચ્ચાર કરી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતા. ત્યારબાદ દ્વિતીય દિવસે વિશાળ સંખ્યામાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં અનેક નાના-મોટા વાહનો લઇ ગ્રામજનો ઉત્સાહભેર શોભાયાત્રામાં ઉમટી પડી રેલીને સાર્થક બનાવી ધન્યતા અનુભવી હતી જેમાં અનેક સેવાભાવી લોકોએ જળસેવા આપી સેવાનો લાભ લીધો હતો.

પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે યજ્ઞાચાર્ય શાસ્ત્રી વિક્રમભાઈ દવે, ઈન્દ્રભાઈ દવે, મયુરભાઈ દવે, કિશોરભાઈ દુધવાવાળા, કિશોરભાઈ લિંબાઉવાળાએ માતાજીને વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિમાં પ્રાણ પુરી તથા યજમાનોએ મૂર્તિને મંદિરની પ્રદક્ષિણા કરી માતાજીની પ્રતિષ્ઠા કરી હતી. સમસ્ત ભુરીયા ગામ ઉપર માતાજીની અમીદ્રષ્ટિ રહે તેવી આરાધના કરી માતાજીના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

પ્રતિષ્ઠાના અંતિમ દિવસે મંત્રી પરબતભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારબાદ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત અનેક ગામોમાંથી પધારેલ ગ્રામજનોને માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં 2 હજારથી વધુ ભાવી ભક્તોએ માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લહાવો લીધો હતો. આ મહોત્સવમાં વિવિધ સમાજના યજમાનોએ યજ્ઞમાં શાસ્ત્રીઓના વૈદિક મંત્રો સાથે આહુતિઓ આપી હતી.

પ્રતિષ્ઠા મહોત્સવને સાર્થક બનાવવા સમસ્ત ભુરીયા ગામના ગ્રામજનો, મહેમાનો તથા અનેક ગામોમાંથી ઉપસ્થિત રહેલા ગ્રામજનોનું આગવું યોગદાન રહ્યું હતું. લોકોએ મન મૂકીને સેવાનો લાભ લીધો હતો. પ્રતિષ્ઠાના દ્વિતીય દિવસે તમામ ભક્તોએ ડીજે તથા ઢોલના તાલે ઉત્સાહથી આનંદ માણી માતાજીના જય જયકારના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માતાજીની શોભાયાત્રા ગામની ફરતે પ્રદક્ષિણા કરી શોભાયાત્રા પ્રતિષ્ઠા સ્થળે સંપન્ન કરી હતી. ત્રિ-દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય યજ્ઞાચાર્ય વિક્રમભાઈ દવે અને ઈન્દ્રભાઈ દવે, મયુરભાઈ દવે, કિશોરભાઈ તથા મંત્રી પરબતભાઈ પટેલ, તમામ ગામોમાંથી ઉમટી પડેલ ભાવિ ભકતો, શ્રોતાઓ સહિત અનેક લોકો બહોળી સંખ્યામાં હાજર રહી માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવનો અનેરો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code