આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે 2 કરોડના ખર્ચે પાતાળેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ થઇ રહ્યુ છે. જેનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. જેનો આગામી 13 થી 15 ફેબ્રુઆરી દરમીયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહિ દર્શનનો લ્હાવો લેશે.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલુ ઉંબરી ગામના જાગીરદાર રાજપૂત દરબાર ગઢ દ્વારા શિવ મંદિર અને રાજગઢી કચેરીના પાતાળેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી થવાની છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં તા.૧૩થી ૧૫ ફેબ્રુઆરી ના દિવસોમાં જુદા જુદા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સૌ પ્રથમ દરબાર ગઢ કચેરીમાં ઉદ્ઘાટન ૧૦૦૮ મહંત બળદેવનાથ દેવદરબાર જાગીર મઠ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સહિત અન્ય રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે. સાથે દીપ પ્રાગટ્ય કરી મંદિર પટાંગણમાં યજ્ઞ યોજાશે. ત્યારબાદ શહેરમાં શોભાયાત્રા નિકાળવામાં આવશે. તેમજ રાત્રે ગુજરાત ના પ્રખ્યાત કલાકારો દ્વારા ભજન સાહિત્ય સહીતનાના કાર્યક્રમો યોજવામાં આવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code