પ્રાંતિજ: ભારે પવન સાથેના વાવાઝોડામાં પતરું વાગતા યુવકનું મોત

અટલ સમાચાર,પ્રાંતિજ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેણે ભારે તબાહી સર્જી હતી સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના અમીનપુરા ટેકરા વિસ્તારમાં રહેતા આધેડનું વાવાઝોડામાં પતરું ઉડી વાગતા મોત નિપજતા ચકચાર મચી હતી. બાયડ તાલુકાના શણગાલ ગામે વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદથી ૨૫થી વધુ મકાનોના છાપરા ઉડી ગયા હતા. વાયુ વાવાઝોડાની ઇફેક્ટ બુધવારે સાંજના અને
 
પ્રાંતિજ: ભારે પવન સાથેના વાવાઝોડામાં પતરું વાગતા યુવકનું મોત

અટલ સમાચાર,પ્રાંતિજ

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેણે ભારે તબાહી સર્જી હતી સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના અમીનપુરા ટેકરા વિસ્તારમાં રહેતા આધેડનું વાવાઝોડામાં પતરું ઉડી વાગતા મોત નિપજતા ચકચાર મચી હતી. બાયડ તાલુકાના શણગાલ ગામે વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદથી ૨૫થી વધુ મકાનોના છાપરા ઉડી ગયા હતા.

વાયુ વાવાઝોડાની ઇફેક્ટ બુધવારે સાંજના અને રાત્રીના સુમારે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. પ્રાંતિજ વિસ્તારમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદમાં અમીનપુરા ટેકરા વિસ્તારમાં રહેતા કનુભાઈ રાવજીભાઈ વાઘેલાને ઘરના સમારકામ દરમિયાન છતનું પતરું ઉડી વાગતા મોત નિપજતા વાવાઝોડાએ એકનો ભોગ લીધો હતો. પ્રાંતિજ તાલુકામાં ખેતીના પાકને પણ વ્યાપક નુકશાન જતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.

બાયડ તાલુકાના શણગાલ-વાસણા વિસ્તારમાં ગત રાત્રીએ ત્રાટકેલા વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા તબાહી સર્જી હતી. ૨૫ થી વધુ મકાનોની છત ઉડી જતા ગરીબ પરિવારો બેહાલ બન્યા હતા. ૪ પશુઓના પણ મોત નિપજતા અને ઠેર ઠેર અસંખ્ય વૃક્ષઓ ધરાશાયી થવાની સાથે વીજળી ડૂલ થતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથધરી હતી. શણગાલ ગામે ત્રાટકેલા વાવાઝોડા થી ગ્રામજનોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.