પ્રવિણ સિન્હાની સીબીઆઇમાં એડીશનલ ડાયરેક્ટર તરીકે નિમણુંક

અટલ સમાચાર ડેસ્ક ગુજરાત કેડરના 1988 બેન્ચના આઈપીએસ અધિકારી પ્રવિણ સિન્હાની કેન્દ્રએ પ્રમોશન આપીને સીબીઆઈના એડિસનલ ડાયરેક્ટર બનાવ્યા છે. આઈપીએસ પ્રવિણ સિન્હા અગાઉ દિલ્હી ડેપ્યુટેશન પર હતા અને હાલ સીબીઆઈમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ સીબીઆઇમાં બે અધિકારીઓ વચ્ચેના યુદ્ધને લઇને સીબીઆઇની છાપ ખરડાઇ હતી અને કેન્દ્ર સરકાર પર પણ સવાલો ઉઠ્યા
 
પ્રવિણ સિન્હાની સીબીઆઇમાં એડીશનલ ડાયરેક્ટર તરીકે નિમણુંક

અટલ સમાચાર ડેસ્ક
ગુજરાત કેડરના 1988 બેન્ચના આઈપીએસ અધિકારી પ્રવિણ સિન્હાની કેન્દ્રએ પ્રમોશન આપીને સીબીઆઈના એડિસનલ ડાયરેક્ટર બનાવ્યા છે. આઈપીએસ પ્રવિણ સિન્હા અગાઉ દિલ્હી ડેપ્યુટેશન પર હતા અને હાલ સીબીઆઈમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ સીબીઆઇમાં બે અધિકારીઓ વચ્ચેના યુદ્ધને લઇને સીબીઆઇની છાપ ખરડાઇ હતી અને કેન્દ્ર સરકાર પર પણ સવાલો ઉઠ્યા હતા. જેને લઇને બંને અધિકારીઓ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી હતી. ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાના અને એ.કે.શર્મા વચ્ચે ગ્રજગાહ થયો હતો. વર્મા અને આસ્થાના વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી થતા આસ્થાના સામે સીબીઆઈમાં જ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો. કેન્દ્ર સરકારે આ બાબતની નોધ લઇ લાલ આંખ કરીને ગુજરાત કેડરના બન્ને આઈપીએસ અધિકારીઓને તાબડતોડ ખસેડી દીધા હતા જેને લઇને સીબીઆઇમાં મહત્વની પોસ્ટ પર જગ્યાઓ ખાલી પડી હતી.